બસમાં 50 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક શાળાના બાળકો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જઈ રહ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
3/5
જોકે બસ ડ્રાઈવરની સમય સુચકતાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો આી પહોંચ્યા હતાં. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
4/5
દેવગઢ બારિયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈને લક્ઝરી બસ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રવાસે જઈ રહી હતી. લક્ઝરી બસ જાંબુઘોડાના નારુકોટ ગામ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બસનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બસ ચાલક અને બસમાં સવાર શિક્ષકને ઇજાઓ પહોંચી હતી.
5/5
પંચમહાલના જાંબુઘોડના નારુકોટ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની કાલિયા કોટા પ્રાથમિક શાળાના બાળકોને લઈ પ્રવાસે જતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસના ડ્રાઈવર અને શિક્ષકને ઈજાઓ પહોંચી હતી. આ સાથે વિદ્યાર્થીઓ પણ નાની-મોટી ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે.