સ્થાનિકોઓ ઉમેશ બાગલે (ઉ.વ.16), ગણેશ બાગલે (ઉ.વ. 16) તથા યોગેશ બાગલે (ઉ.વ. 15)ને ડુબતા બચાવી લીધા હતા, જ્યારે સૂરજ પ્રજાપતિ (ઉ.વ.16), આદિત્ય રાજભર (રહે.વટવા)નો મૃતદેહ કેનાલમાંથી મળ્યા હતા. આમાં વિકાસ ગીરધારી (તોમર) (ઉ.વ.15) નામના કિશોરની શોધખોળ હજુ ચાલી રહી છે. આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
3/4
માહિતી પ્રમાણે, વટવાના 6 કિશોર રવિવારે નડિયાદ નજીક આવેલી રાસ્કા વિયર કેનાલમાં નહાવા માટે આવ્યા હતા. કિશોરો નહેરના પાણીમાં નહાવા પડ્યા બાદ ડૂબવા લાગતાં હતા, જોકે, તેમને બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
4/4
અમદાવાદ: મહેમદાવાદ નજીક આવેલી રાસ્કા કેનાલમાં રવિવારે નહાવા પડેલા અમદાવાદના 6 કિશોર ડુબવાની ઘટના બની હતી, નહાવા પડેલા છ કિશોરોમાંથી સ્થાનિકોએ 3 કિશોરને બચાવી લીધા હતા જ્યારે બે કિશોરોનો મૃતદેહ મળ્યો હતો. એક કિશોરની શોધખોળ હજુ ચાલી રહી છે.