અમરેલીઃ લાઠી રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકને સારવાર માટે ખસડેવામાં આવ્યો છે. આ અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
3/3
લાઠી બાયપાસ રોડ પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકોને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને 108 મારફત અમરેલી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો છે.