પોલીસના ઓચિંતા દરોડામાં ઝડપાય ગયેલા સ્પા અને સલૂનના સંચાલક ફૈઝલની પોલીસે કરેલી પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, તે થાઈલેન્ડ ગયો હતો ત્યારે થાઈલેન્ડની આ યુવતીઓની મૂલાકાત થઇ હતી.
2/6
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ પર ચાલતું ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ મામલે અનેક શહેરીજનો ઘણા સમયથી જાણતા હતા. જોકે આ અંગે કોઈએ પોલીસની જાણ કરી નહોતી.
3/6
વલસાડઃ ગુરૂવારે મોડી સાંજે વલસાડમાં આવેલ તિથલ રોડ પર આવેલી ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનમાં પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ સ્થળે મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં થાઈલેન્ડથી આવેલ 3 લલના, 1 ગ્રાહક તેમજ સ્પાના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
4/6
આ સાથે પોલીસે એક ગ્રાહક અને જ્યાં આ વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી તે ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનના સંચાલક ફૈઝલ રહે.વલસાડ, ભાગડાવડા, જિનત નગરનાની ધરપકડ કરી હતી. મોડી સાંજે દેહ વિક્રયના આ ગુના મામલે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની વધુ તપાસ હાથધરી છે.
5/6
ત્યાર બાદ દોસ્તી થઈ જતાં તેમને ભારતમાં ફરવા આવવા માટે બોલાવાઈ હતી. જેથી તેઓ થાઈલેન્ડથી વિઝા લઈને ભારત આવી હતી અને ત્યાર બાદ વલસાડમાં રહીને ધંધો કરતી હતી.
6/6
પોલીસે બાતમીના પગલે ગુરૂવારે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે ડીવાએસપી એલ.બી.ઝાલા,પીઆઈ એન.કે.કામળિયા, પીએસઆઇ જી.વી ગોહિલ,મહિલા કોન્સ્ટેબલ સહિત પોલીસ ટીમે આ સ્પા પર દરોડા પાડ્યા હતાં. જ્યાં થાઈલેન્ડથી આવેલી વિદેશી 3 લલનાની ધરપકડ કરવામાં આવી હતી.