વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસીક સુરસાગર તળાવ વચ્ચે સ્થિત ૧૧૧ ફૂટની સર્વેશ્વર મહાદેવ અને શિવરીત્રીના દિવસે જેમનો વરઘોડો કઢાય છે તેપંચધાતુની શિવ પરિવારની મૂર્તિને સુવર્ણજડિત કરવા રૂ.9 કરોડના ખર્ચ કરાશે. જે પૈકી રૂ.4.5 કરોડ આપવાનુ અનુદાન આપવાની અમેરિકામાં રહેતા શિનોરના મોટા ફોફળીયાના ડો. કિરણ પટેલે જાહેરાત કરી હતી.
2/3
કાર્યક્રમમાં સર્વેશ્વર મહાદેવ સંદર્ભનુ લઘુચિત્ર પ્રર્દિશત કરાયું હતું. જેમાં અમેરીકામાં વસતા અને મૂળ શિનોરના મોટા ફોફળીયાના વતની ડો. કિરણ પટેલે વીડિયો કોન્ફરન્સ મારફતે કુલ રૃ.૯ કરોડના ખર્ચ પૈકી 50 ટકા એટલે કે રૂ.4.5 કરોડનુ અનુદાન આપવાની જાહેરાત કરી હતી અને બાકીના રૃપિયા ઉપસ્થીતોને દાન આપવા અપીલ કરી હતી.
3/3
શહેરના સર્વેશ્રવર મહાદેવ સમિતીના સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના બેનર હેઠળ આર્થિક સહાય હાંસલ કરવા એક ટીમ યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાના પ્રવાસે છે. ગત તા. 13મી મેના રોજ ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓફ ટ્રાઈ સ્ટેટ અને એનઆરઆઈ કોમ્યુનીટિ ફ્રોમ વડોદરા દ્વારા અમેરિકાના ન્યૂ જર્સી ખાતે આવેલા રોયલ આલ્બર્ટ હોલમાં 500 જેટલા ગુજરાતીઓનુ સંમેલન યોજાયું હતું. જેમા ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ શહેરના કેટલાક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી.