શોધખોળ કરો
પાટણમાં બનેલી મારામારીની ઘટના અંગે હાર્દિક પટેલે ખોલ્યું મોં, જાણો શું કહ્યું?
1/6

ઉલ્લેખનીય છે કે, પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પર નવજીવન હોટલ પર ચા નાસ્તો કરવા બેઠેલા હતા ત્યારે હાર્દીક તેમના કાફલા સાથે આવી દિલીપ સાવલીયાને પાલડીના મહેશ પટેલ, જસદણના સુનીલ ખોખરીયા, રાજકોટના બ્રિજેશ પટેલ, ધવલ ભીમાણી(કાકા) અને બીજા ચાર પાંચ અજાણ્યા શખસો અને હાર્દિક પટેલે રાજકોટમાં સહકાર આપતા નથી અને કોમેન્ટ મારે છે તેવું કહેતાં સાવલીયાએ તમો પણ આવી કોમેન્ટ મારવાનું બંધ કરો, સમાજનું કામ તો અમે પણ કરીએ છીએ. આમ કહેતાં શખસો ઉશ્કેરાઇ જઇ બ્રિજેશ પટલે દિલીપનો સોનાનો દોરો અને સુનીલે મોબાઇલ તોડી નાખ્યો હતો. આ વખતે નરેન્દ્રભાઇ, નીકેતન, હેમલ પટેલ અને ભરત પટેલે સમજાવી શાંત પાડ્યા હતા. છતાં ધવલ ભીમાવતે નરેન્દ્રભાઇને બે ત્રણ લાફા મારી પેશાબના ભાગે પાટુ માર્યું હતું અને પ્રોગ્રામમાં જતાં ત્યાં પણ કાસળ કાઢી નાખવાની ધમકી દિનેશ બામણીયાએ આપી હતી તેવું ફરીયાદમાં આક્ષેપ કરાયો છે.
2/6

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, બાદમાં હું પ્રોગ્રામમાં જતો રહ્યો હતો અને તે પૂરો કરી વિરમગામ જતા રહ્યા હતા. સુનીલ ખોખરીયા, ધવલ ભીમાણી, બ્રિજેશ પટેલને જોવાથી ઓળખે છે. પણ આ બનાવ વખતે તેઓ ત્યાં હતા કે નહી તેની ખબર નથી. તેમના આખા નામ સરનામા પણ ખબર નથી કે તેમની સાથે કોઇ સીધો સંપર્ક નથી તેમ તેણે જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Published at : 01 Sep 2017 10:05 AM (IST)
View More























