કોઈ પોલીસ ઈન્સપેક્ટર કક્ષાનો અધિકારી 6 હજાર જેવી મામુલી રકમની ઉચાપત શા માટે કરે? તેમની સામે નોંધાયેલી ફરિયાદનું કારણ તેમની સામે કિન્નાખોરી રાખી ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ તકે તેમણે ભાવનગરના એસ.પી. માલ સામે પણ પરોક્ષ રીતે ગંભીર આક્ષેપ કર્યા હતા.
2/5
જેના કારણે મહિલા પી.આઈ.ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવતાં કોર્ટ દ્વારા તેમના 24 કલાકના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. મહિલા પી.આઈ. ચાવડાએ દાવો કર્યો છે કે, જો તેમને ઉચાપત કરવી જ હોય તો લાખો રૂપિયાની થઈ શકે છે.
3/5
જોકે મેમોમાં પાછળથી સુધારો કરી દંડની રકમ ઘડાટી તેઓ સરકારી તીજોરીમાં જમા કરાવતા હોવાની જાણકારી ભાવનગર ડીએસપી પ્રવિણ માલને મળી હતી. જેથી સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી મનિષ ઠાકરને સોપવામાં આવી હતી. જેમાં તથ્ય સામે આવતા મહિલા પોલીસ ઈન્સ્પેકટર ચાવડાએ રૂપિયા 64૦૦ની ઉચાપત કર્યાનું સાબિત થતાં તેમની સામે સરકારી નાણાંની ઉચાપત સહિતની ગંભીર કલમો સહિતની ફરિયાદ નોંધાઈ હતી.
4/5
ભાવનગરનો ભરતનગર વિસ્તાર જે ગુન્હાખોરીનું હબ માનવામાં આવે છે. અહીં સતત બનતા ગંભીર ગુન્હાઓને લઈ રાજ્યના ગૃહ વિભાગને પોલીસ સ્ટેશન કાર્યરત કરવાની ફરજ પડી હતી. તેમાં પ્રથમ મહિલા પોલીસ ઈન્સપેક્ટર તરીકે નિયુક્ત થઈ ગુન્હેગારોમાં લેડી સિંઘમ જેવી નામના મેળવી હતી. કાયદા પાલનના આગ્રહી એવા ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ચાવડા ટ્રાફિકના નિયમોને ભંગ કરનારને મેમો આપી દંડ વસુલ કરતાં હતા.
5/5
ભાવનગર: ભાવનગરમાં લેડી સિંઘમ તરીકે પ્રખ્યાત થયેલાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ થતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ ગુન્હામાં મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરાયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, મહિલા PI સામે 64૦૦ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે.