પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી વચ્ચે પણ સંગઠન રચનાને લઈને મતભેદ હોવાનું મનાઈ રહ્યું છે. સંગઠન રચનામાં વિલંબ પાછળ પણ આ બંને વચ્ચેના શીતયુદ્ધને જ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. કારણ કે સંગઠન રચના બાબતે બંનેએ સાથે મળીને મંથન કરવાની જરૂર છે, એવા સમયે સંગઠન માટે બંનેએ અડધા-અડધા નામો નક્કી કર્યાં છે. મતલબ કે અલ્પેશ ઠાકોર માટે કૉંગ્રેસમાં હાલ પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે, તો કૉંગ્રેસ ખુદ એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
2/6
બીજી તરફ હાલ કૉંગ્રેસમાં ફરી એક વખત જૂથબંધી ચરમસીમા પર છે. કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, જીવાભાઈ પટેલ અને મોહમ્મદ જાવેદ પીરઝાદા નારાજ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ વરિષ્ઠ નેતાઓને આંતરિક રીતે વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાનો દોરી સંચાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
3/6
ત્યાં સુધી કે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની લાગણીઓ પણ તેઓ ખોઈ બેઠા છે. રાહુલ ગાંધી પાસે દોડી જઈ પ્રદેશ સંગઠનની ફરિયાદો કરી અલ્પેશ ગુજરાતના નેતાઓના અણગમાનો સામનો કરી જ રહ્યા હતા, પરંતુ હવે રાહુલ ગાંધીએ પણ અલ્પેશને જણાવી દીધું છે કે તેઓ જમીન સાથે જોડાયેલા રહે અને જે પણ રજૂઆતો હોય તે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને કરે અને વારંવાર દિલ્લી ન દોડી આવે. સાતવે પણ અલ્પેશને નિર્દેશ આપ્યા છે કે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ સર્વોપરી છે. અલ્પેશ તેની સાથે સંપર્ક જાળવે.
4/6
જોકે, નવાઈની વાત એ રહી કે આ વિરોધમાં કૉંગ્રેસના એકપણ નેતાનો અલ્પેશ ઠાકોરને સાથ ન મળ્યો. જેની પાછળ 5 જેટલા કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, હાઈકમાંડ સામે હાલમાં અલ્પેશ ઠાકોરનું કંઈ ઉપજતું નથી.
5/6
આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે, કેમ કે પોતાના એક અવાજ પર લાખોની ભીડ એકઠી કરનાર અલ્પેશ ઠાકોરને હવે વિરોધ પ્રદર્શન માટે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનો સહારો લેવો પડી રહ્યો છે. રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ ન આપનારી શાળા સામે અલ્પેશ ઠાકોરે અવાજ તો ઉઠાવ્યો, પણ આ વિરોધમાં તેણે હાર્દિક પટેલને સાથે રાખ્યો.
6/6
અમદાવાદઃ ગેનીબહેન ઠાકોરના નિવેદન બાદ અલ્પેશ ઠાકોર ફરી એક વખત ચર્ચામાં છે. બે દિવસ પહેલાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ ન આપનારી શાળાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરવા અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલનો સાથ લેવો પડ્યો હતો જેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આખરે એવું તે શું થયું કે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલની જરૂર પડી.