વાપીઃ ઉમરગામ તાલુકાની એક પરિણીતાને લગ્નેત્તર સંબંધમાં ધોખો ખાવાનો વારો આવ્યો છે. ટ્રેનમાં સાથે અપડાઉન કરતાં મુસ્લિમ યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા યુવતીએ પતિને છૂટાછેડા આપી દીધા હતા. જોકે, હવે પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.
2/4
હવે પ્રિયાએ પતિ પાસેથી છૂટાછેડા મેળવી લીધા હોય અને તે લગ્ન માટે દબાણ કરતી હોય છેલ્લા ત્રણ મહિનાથી આસિફ શેખે પ્રિયાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. ત્રણ વર્ષના પ્રેમસંબંધ અને પતિ સાથેના છૂટાછેડા પછી પ્રેમીએ તરછોડી દેતા પ્રિયાએ આસિફ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
3/4
તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. બંનેના સંબંધો આગળ વધી જતાં સાથે જીવવાનો નિર્ધાર કર્યો હતો. આસિફે લગ્ન કરવાનું કહેતાં પ્રિયાએ પતિ પાસેથી છૂટાછેડા મેળવી લીધા હતા. ત્રણ વર્ષના સંબંધ દરમિયાન પરિણીતા અને યુવક વચ્ચે ઉમરગામ અને દહાણુ સહિતના વિસ્તારમાં સેક્સસંબંધ બંધાયા હતા.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, પડગામની પ્રિયા(નામ બદલ્યું છે) વાપી ખાતે સાડીની દુકાનમાં નોકરી કરે છે. આથી તે પોતાના ગામથી રોજ ટ્રેનમાં અપડાઉન કરતી હતી. આ ટ્રેનમાં દહાણુથી આસિફ ઇકબાલ શેખ પણ અપડાઉન કરતો હતો. બંને સાથે અપડાઉન કરતાં હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા.