શેખર અને કિરણ બજાજના એકમાત્ર પુત્ર અનંતે કંપનીમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરી હતી. તેમના સમયગાળામાં કંપનીની માર્કેટ વેલ્યુ એક વર્ષમાં વધીને 4700 કરોડની થઈ હતી. 2001માં તેમણે કંપનીનું ઇકોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
2/4
અનંત છેલ્લા 19 વર્ષોમાં કંપનીમાં કાર્યરત હતા. તેમણે બજાજમાં પોતાના કરિયરની શરૂઆત 1996માં સેલ્સમેન તરીકે કરી હતી. બાદમાં 2006માં તે એક્ઝીક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા અને બાદમાં 2012માં તેમણે જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર પસંદ કરાયા હતા. અનંતે મુંબઇની એચઆર કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. બાદમાં તેઓ 2013માં અમેરિકાની હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવા ચાલ્યા ગયા હતા.
3/4
કંપનીએ જણાવ્યું હતું કે, બજાજ ઇલેક્ટ્રિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અનંત બજાજના અચાનક નિધનથી તેઓ સ્તબ્ધ છે અને આ કંપની માટે ખૂબ મોટી ખોટ છે. કંપનીના તમામ ડિરેક્ટર, કર્મચારીઓને તેનું દુખ છે. એ તમામ દુખની ક્ષણમાં બજાજ પરિવાર સાથે છે.
4/4
નવી દિલ્હીઃ બજાજ ઇલેક્ટ્રિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અનંત બજાજનું શુક્રવારે સાંજે મુંબઇમાં નિધન થયું હતું. અનંત ફક્ત 41 વર્ષના હતા. તેમના નિધનનું કારણ અચાનક આવેલા હાર્ટ અટેકને માનવામાં આવી રહ્યું છે. દેશભરના બિઝનેસમેને અને તેમના પરિવારજનોએ સોશિયલ મીડિયા મારફતે શોક વ્યક્ત કર્યો હતો.