શોધખોળ કરો
નોટબંધીના 15 દિવસ પૂરા, આજે મધરાતથી જૂની નોટ ક્યાંય નહીં ચાલે, 2 ડિસેંબર સુધી ટોલ ટેક્ષ ફ્રી
1/4

આ જગ્યાઓ પર આજથી જૂની નોટો નહીં ચાલેઃ પેટ્રોલપંપ, સરકારી હોસ્પિટલ, રેલવે-એરપોર્ટ અને મેટ્રો ટિકિટ કાઉન્ટર, દૂધના બૂથ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વીજળી અને પાણીના બિલ, શબદાહ ગૃહ/કબ્રસ્તાન, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન દેખાડી સરકારી અને ખાનગી ફાર્મસીમાં, એલપીજી સિલિન્ડર, રેલવે કેટરિંગ અને એસએસઆઇના સ્મારકોની ટિકિટ.
2/4

ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેબિટકાર્ડ ટ્રાન્જેક્શન ઉપર 31 ડિસેમ્બર સુધી સર્વિસચાર્જ નહીં લાગે. સ્માર્ટફોનથી ડિજિટલ પેમેન્ટ કરવા ઉપર પણ સર્વિસચાર્જ માફ કરવામાં આવ્યો છે. રૂપે કાર્ડ ઉપર પણ 31 સુધી સ્વિચિંગ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. કાર નિર્માતાઓને નવી કારમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન(આએફઆઇડી) પ્રણાલી લગાવવાના નિર્દેશ. ટોલ પ્લાઝા ઉપર ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન મળશે. ફીચર ફોન માટે યુએસએસડી ચાર્જ દોઢ રૂપિયાથી ઘટાડી 50 પૈસા કરાયું.
Published at : 24 Nov 2016 06:53 AM (IST)
View More





















