પીએ તો આ બિલ સુધારી આપશે પણ જો આ બિલ જોઈને કોઈને કંઈ તકલીફ થઈ જાય તો! અનેક જગ્યાએ આવું બની પણ ચૂક્યું છે. સરિતા યાદવની હાલત એવી જ થઈ હતી. તેણે તોતિંગ વીજળી બિલ જોયું કે તેને ચક્કર આવી ગયા હતા અને તે પડી ગઈ હતી.
2/3
એક પત્રકારે જ્યારે આ અંગે છત્તીસગઢ સ્ટેટ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરના પીએ કુરિયન ફિલીપને ફરિયાદ કરી તો તેમણે કહ્યું હતું, ‘આવું ભૂલથી થયું છે. તમે મને બિલનો નંબર આપી દો હું હમણાં જ સુધરાવી આપું છું.’
3/3
નવી દિલ્હીઃ બે ઓરડાનું ઘર, બે બલ્બ અને બે પંખાનું બિલ 75 કરોડ રૂપિયા? સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. પરંતુ આ ઘટના છત્તીસગઢના કોરબાના વીજળી વિભાગની છે. અહીં મજૂરી કામ કરતી એક મહિલા સરિતા યાદવના ઘરે પૂરા 75 કરોડ રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. બીલ જોઈને આ મહિલાનો હોશ ઉડી ગયા. મજૂરી કરીને ગુજરાન ચલાવતી સરિતા વિચારમાં પડી ગઈ કે આટલી મોટી રકમની ચૂકવણી તે આ જન્મમાં તો ક્યારેય નહીં કરી શકે.