પોલીસ અને SDRFની ટીમો રાહત બચાવ કામે લાગી ગઈ છે. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી હાઈવે પર સુનગર અને ભુક્કી વચ્ચે આ અકસ્માત થયો હતો. યાત્રીઓથી ભરેલી મીની બસે અચાનક નિયંત્રણ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. મૃતકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
2/2
દેહરાદૂન: ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. એક મીની બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત થયા છે. જેમાં 7 ગુજરાતીઓના મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનારા લોકો રાજકોટના છે.