શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ABP ન્યુઝ-સી વોટર સર્વે: 2019માં આ 5 રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસને કેટલી-કેટલી બેઠકો મળી શકે છે? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090819/Modi-Rahul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![નવી દિલ્હી: દેશમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ગણતીરના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે દરેક પાર્ટીઓએ સમીકરણ રચવાનું શરૂ કરી દીધું છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ અને સી-વોટરના સર્વે અનુસાર આ વખતે કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે. સર્વે પ્રમાણે, એનડીએને ચૂંટણીમાં 233 સીટ મળી શકે છે જ્યારે યુપીએના ફાળે 167 સીટ મળે તેવી સંભાવના છે. અન્ય પાર્ટીઓ 143 સીટ પર જીત મેળવી શકે છે. જ્યારે ગુજરાતમાં ભાજપને કોઈ નુકસાન થતું હોય તેવું જોવા મળતું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090819/Modi-Rahul.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: દેશમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ગણતીરના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે દરેક પાર્ટીઓએ સમીકરણ રચવાનું શરૂ કરી દીધું છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ અને સી-વોટરના સર્વે અનુસાર આ વખતે કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે. સર્વે પ્રમાણે, એનડીએને ચૂંટણીમાં 233 સીટ મળી શકે છે જ્યારે યુપીએના ફાળે 167 સીટ મળે તેવી સંભાવના છે. અન્ય પાર્ટીઓ 143 સીટ પર જીત મેળવી શકે છે. જ્યારે ગુજરાતમાં ભાજપને કોઈ નુકસાન થતું હોય તેવું જોવા મળતું નથી.
2/6
![આ જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ ફરીથી ચાલી શકે છે. જ્યાં તૃણમૂલ કોંગ્રેસ કુલ 42માંથી 34 સીટ જીતી શકે છે. જ્યારે એનડીએના ફાળે 7 સીટ આવી શકે છે. આ જ રીતે છત્તીસગઢમાં 11 લોકસભા સીટ છે. જેમાંથી એનડીએને પાંચ જ્યારે યુપીએને 6 પર જીત મળતી જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090811/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ ફરીથી ચાલી શકે છે. જ્યાં તૃણમૂલ કોંગ્રેસ કુલ 42માંથી 34 સીટ જીતી શકે છે. જ્યારે એનડીએના ફાળે 7 સીટ આવી શકે છે. આ જ રીતે છત્તીસગઢમાં 11 લોકસભા સીટ છે. જેમાંથી એનડીએને પાંચ જ્યારે યુપીએને 6 પર જીત મળતી જોવા મળે છે.
3/6
![ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં ભાજપને કોઈ નુકશાન થતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા સીટમાં ભાજપને 24 સીટ મળે તેવી શક્યતા છે. જ્યારે 2 સીટ કોંગ્રેસના ફાળે જશે. ગત ચૂંટણીમાં ભાજપે દરેક સીટ પર જીત મેળવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090802/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં ભાજપને કોઈ નુકશાન થતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા સીટમાં ભાજપને 24 સીટ મળે તેવી શક્યતા છે. જ્યારે 2 સીટ કોંગ્રેસના ફાળે જશે. ગત ચૂંટણીમાં ભાજપે દરેક સીટ પર જીત મેળવી હતી.
4/6
![મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તિરાડનું નુકસાન એનડીએને ભોગવવું પડશે. સર્વે અનુસાર અહીં એનડીએને 16 લોકસભા સીટ મળશે જ્યારે યુપીએ જોરદાર કમબેક કરતાં 28 સીટ જીતી શકે છે. નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં 48 લોકસભા સીટ ધરાવતાં મહારાષ્ટ્રમાં એનડીએએ 42 સીટ પર જીત મેળવી હતી. જેમાં બીજેપીએ 23 તથા સહયોગી શિવસેનાએ 18 સીટ પર જીત મેળવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090754/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તિરાડનું નુકસાન એનડીએને ભોગવવું પડશે. સર્વે અનુસાર અહીં એનડીએને 16 લોકસભા સીટ મળશે જ્યારે યુપીએ જોરદાર કમબેક કરતાં 28 સીટ જીતી શકે છે. નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં 48 લોકસભા સીટ ધરાવતાં મહારાષ્ટ્રમાં એનડીએએ 42 સીટ પર જીત મેળવી હતી. જેમાં બીજેપીએ 23 તથા સહયોગી શિવસેનાએ 18 સીટ પર જીત મેળવી હતી.
5/6
![બિહારમાં યુપી કરતાં સ્થિતિ વિરૂદ્ધ છે. નીતિશ કુમાર સાથે હોવાથી ભાજપની સ્થિતિ ઉત્તમ જોવા મળી રહી છે. સર્વે અનુસાર બિહારમાં એનડીએને 35 સીટ પર જીત મળી શકે છે. જેમાં ભાજપને 15 તો મહાગઠબંધનને પાંચ સીટ મળવાની શક્યતા છે. મહાગઠબંધનમાં આરજેડીને 4 તથા કોંગ્રેસને 1 સીટ પર જીત મળે તેવી શક્યતા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090748/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિહારમાં યુપી કરતાં સ્થિતિ વિરૂદ્ધ છે. નીતિશ કુમાર સાથે હોવાથી ભાજપની સ્થિતિ ઉત્તમ જોવા મળી રહી છે. સર્વે અનુસાર બિહારમાં એનડીએને 35 સીટ પર જીત મળી શકે છે. જેમાં ભાજપને 15 તો મહાગઠબંધનને પાંચ સીટ મળવાની શક્યતા છે. મહાગઠબંધનમાં આરજેડીને 4 તથા કોંગ્રેસને 1 સીટ પર જીત મળે તેવી શક્યતા છે.
6/6
![સર્વે પ્રમાણે, યુપીમાં બીજેપીને મળતી સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સર્વે પ્રમાણે યુપીમાં બીજેપી માત્ર 24 સીટ મળશે. જ્યારે બીજેપીના સહયોગી દળને માત્ર 1 જ સીટ મળશે. કોંગ્રેસને ચાર સીટ મળતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સૌથી વધારે ફાયદો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને મળશે. જેમને 51 સીટ મળી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25090740/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સર્વે પ્રમાણે, યુપીમાં બીજેપીને મળતી સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સર્વે પ્રમાણે યુપીમાં બીજેપી માત્ર 24 સીટ મળશે. જ્યારે બીજેપીના સહયોગી દળને માત્ર 1 જ સીટ મળશે. કોંગ્રેસને ચાર સીટ મળતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સૌથી વધારે ફાયદો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને મળશે. જેમને 51 સીટ મળી શકે છે.
Published at : 25 Jan 2019 09:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)