ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જેએનયુમાં દેશ વિરોધી નારેબાજી કરનારાઓને શાબાશી આપીને તેમની પીઠ થપથપાવે છે. રાહુલજી તમે મારા નેતા, મોદીને જેટલી ગાળો આપવી હોય એટલી આપો પણ કાન ખોલીને સાંભળી લો કે, ભારત માતાના ટુકડાં કરવાની વાત કરી છે તો આ સરકાર કોઇને છોડશે નહીં. આવા દેશદ્રોહી લોકોની જગ્યા જેલમાં જ છે.
2/3
ભાજપ અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, દેશના સંરક્ષણમાં રાત દિવસ એક કરનારા જવાનો અને તેમના પરિવારજનોના હિતની રક્ષા કરવાની પ્રાથમિકતા ભાજપ સરકારની છે. પરિણામે અમારી પાર્ટીના વન રેન્ક વન પેન્શન (OROP)અને કોંગ્રેસમાં મહત્વનો તફાવત રહેલો છે. અમારું ઓઆરઓપી દેશના જવાનો અને તેમના પરિવારોની સુખાકારી માટે છે જ્યારે કોંગ્રેસનું OROP એટલે ઓનલી રાહુલ ઓનલી પ્રિંયકા!
3/3
શિમલા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુથ પ્રમુખના સંમેલન ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, મોદી સરકારે વન રેન્ક વન પેન્શન (OROP)એક વર્ષમાં જ આપીને ભૂતપૂર્વ સૈનિકોને આપેલો વાયદો પૂરો કર્યો છે અને કોંગ્રેસે? કોંગ્રેસે પણ દેશને OROP આપ્યું. કોંગ્રેસનું OROP એટલે ઓનલી રાહુલ ઓનલી પ્રિંયકા!