DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
3/5
ડ્રાઇવરે સ્પીડ 91થી ઘટાડીને 68 સુધી કરી દીધી હતી, જોકે, દૂર્ઘટના તે સમયે ઘટી ગઇ હતી. કેમકે આટલી ફાસ્ટ સ્પીડમાં ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછી 700 મીટર સુધીનું અંતર હોવું જરૂરી છે.
4/5
આ મામલે ફિરોઝપુરના DRM વિવેક કુમારે જણાવ્યું કે, ડ્રાઇવરે સ્પીડ ઓછી કરી હતી. જ્યાં દૂર્ઘટના ઘટી તે પહેલા એક વળાંક છે. ડ્રાઇવર 91ની સ્પીડથી ટ્રેન ચલાવતો હતો, જ્યારે તેને ટ્રેક પર તેનો લોકોના ટોળાને જોયુ તો સ્પીડ ઓછી કરવાની કોશિશ કરી.
5/5
નવી દિલ્હીઃ દશેરાના પ્રસંગે રાવણ દહન જોઇ રહેલી લોકોની ભીડ પર ટ્રેન ચઢી ગઇ જેમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે DRMએ ખુલાસો કર્યો છે કે, ડ્રાઇવરે ટ્રેક પર લોકોની ભીડા જોઇ છતાં કેમ ટ્રેન ન હતી રોકી.