શોધખોળ કરો
કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે ધરપકડ વોરંટ, પોલિંગ બૂથમાં મારપીટનો છે આરોપ, જાણો વિગત
1/3

ઘટના મે, 1996ની લખનઉના વજીરગંજની છે. તત્કાલીન સપા ઉમેદવાર રાજબબ્બર મતદાન સ્થળમાં ઘૂસી આવ્યો હતો અને મતદાન અધિકારી પર નકલી વોટ નાંખવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેમણે અને તેની સાથે આવેલા અરવિંદ યાદવે અધિકારી સાથે મારપીટ કરી હતી.
2/3

લખનઉઃ પોલિંગ બૂથમાં ઘૂસીને મતદાન અધિકારી સાથે મારપીટ કરવાના કેસમાં કોર્ટમાં હાજર રહેવા ન બદલ સ્પેશિયલ કોર્ટે (એમપીએમએલએ) ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને અભિનેતા રાજબબ્બર સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરી, 2019ના રોજ થશે.
3/3

ફરિયાદી શ્રીકૃષ્ણ સિંહે મારપીટ અને આચાર સંહિતા ઉલ્લંઘનનો ભંગ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સીજેએમના આદેશ પર સ્પેશિયલ કોર્ટે રાજ બબ્બરને નોટિસ આપી હતી. તેમ છતાં તે હાજર રહ્યો નહોતો.
Published at : 21 Nov 2018 08:51 AM (IST)
View More





















