શોધખોળ કરો
જબરદસ્તીથી દાઢી કરાવવાના મામલે ઓવેસીએ આપી ધમકી, કહ્યું- “અમે તમને મુસ્લિમ બનાવી દેશુ અને દાઢી પણ રખાવીશું”
1/6

ન્યૂઝ એજન્સી અનુસાર, ઓવેસીએ કહ્યું કે, ''મુસ્લિમ વ્યક્તિની દાઢી કરાવી દેવડાવવામાં આવી છે. જેને કર્યું છે, હું તેને અને તેના પિતાને કહી દઉં છું કે, ગળુ પણ કાપી દેશો તો પણ અમે મુસ્લિમ જ રહીશું. અમે તને ઇસ્લામમાં સામેલ કરીશું અને તને પણ દાઢી રાખાવીશું.''
2/6

નવી દિલ્હીઃ હરિયાણાના ગ્રુરુગ્રામમાં મુસ્લિમ યુવકની કથિત રીતે જબરદસ્તીથી દાઢી કરાવવા પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ તોફાની તત્વોને ધમકી આપી છે.
3/6

4/6

પીડિતા યુવક ઝફરુદ્દીન હરિયાણાના મેવાતના બાદલી ગામમાં રહે છે અને તે ગુરુગ્રામ માર્કેટમાં શાકભાજી લેવા આવ્યા હતા. ઝફરુદ્દીને કહ્યું કે, તેને જબરદસ્તી કરતા અસામાજિક તત્વોને સમજાવવાની પણ કોશિશ કરી, તેમને કહ્યું કે, ''અમે મુસ્લિમ છીએ અને અમે દાઢી નથી કપાવતા. તો પણ તેઓ માન્યા નહીં, મારામારી કરીને દાઢી કરાવી દીધી.'' યુવકે ગુરુગ્રામના સેક્ટર 37 પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી છે. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
5/6

નોંધનીય છે કે, 31 જુલાઇએ કેટલાક અસામજિક તત્વોએ ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવકને હેરકટીંગની સલૂનમાં લઇ જઇને જબરદસ્તીથી દાઢી કરાવી દીધી હતી. પીડિત યુવક ઝફરુદ્દીનનો દાવો છે કે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી, ઝફરુદ્દીને કહ્યું કે, આ તોફાની યુવકો પહેલા તેને નાઇની દુકાનમાં લઇ ગયા, નાઇએ તેની દાઢી કરવાની ના પાડી દીધી, તો આ અસામાજિક તત્વોએ નાઇ અને તેને બન્નેને ખરાબ રીતે માર માર્યો. બાદમાં મુસ્લિમ યુવકને સીટ પર બાંધી દીધીને ક્લિન શેવ કરાવી દીધું હતું.
6/6

ઓવેસીએ કહ્યું કે, તમે ગળુ પણ કાપી નાંખશે તો પણ અમે મુસ્લિમ જ રહીશું. અમે તને ઇસ્લામમાં સામેલ કરીશું અને તને પણ દાઢી રાખાવીશું.
Published at : 06 Aug 2018 11:03 AM (IST)
Tags :
Asaduddin OwaisiView More
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement





















