બુધવારે ધરપકડ કરવામાં આવેલા 13 એસીએસ અધિકારી, ત્રણ એપીએસ અધિકારી અને ત્રણ સહયોગી સેવા અધિકારી છે.
2/8
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એપીએસસીમાં 'કેશ ફૉર જૉબ ગોટાળો'ની તપાસ કરી રહેલી ડિબ્રુગઢ પોલીસે આસામ સિવિલ સેવા (એસીએમ), આસાનમ પોલીસ સેવા (એપીએસ) અને તેની સહયોગી સેવાઓના અધિકારીઓને હેન્ડ રાઇટિંગ ટેસ્ટ કરાવવા બોલાવ્યા હતા. પોલીસને ઉત્તર પુસ્તિકાની ફૉરેન્સિક તપાસ બાદ ગરબડી આશંકા થઇ હતી.
3/8
આસામ સરકારે ગઇ 21 જુને એપીએસસી ગોટાળામાં પકડાયેલા 13 અધિકારીઓને નોકરીમાંથી સસ્પેન્ટ કરી દીધા હતા.
4/8
ધરપકડ થતાં પહેલા પલ્લવી શિવસાગર જિલ્લામા ડેપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) તરીકે ફરજ બજાવતી હતી.
5/8
પલ્લવી શર્મા સહિત આસામ સરકારના 19 અધિકારીઓને 'પૈસા લઇને નોકરી આપવાની' સાથે જોડાયેલા કેસમાં બુધવારે ધરપકડ કરવામાં આવ્યા છે. હવે આ ગુવાહાટી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
6/8
આરોપ છે કે આ પરીક્ષામાં મોટા પાયા ગોટાળો થયો હતો, 10 લાખથી લઇને 50 લાખ રૂપિયામાં સીટો વેચવામાં આવી હતી.
7/8
2016માં થયેલા આસામ લોક સેવા આયોગ (એપીએસસી)ની પરીક્ષામાં ઉત્તર પુસ્તિકામાં તેમની હેન્ડરાઇટિંગ મેચ ના થવાના કારણે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
8/8
નવી દિલ્હીઃ આસામના તેજપુરથી બીજેપી સાંસદ રામ પ્રસાદ શર્માની પુત્રી પલ્લવી શર્મા સહિત આસામ સરકારના 19 અધિકારીઓને 11 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.