શોધખોળ કરો
મેડમ તુસાદ મ્યૂઝિયમમાં બાબા રામદેવની એન્ટ્રી, વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે
1/4

બાબા રામદેવ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે. નોંધનીય છે કે યોગગુરુ તરીકે ઓળખ મેળવનાર બાબા રામદેવ આજે એક મોટા બિઝનેસ ગ્રુપના સર્વેસર્વા છે. આ ઉપરાંત રામદેવ રાજનીતિમાં પણ ખૂબ જ રસ દાખવે છે.
2/4

બાબા રામદેવની મૂર્તિ ઈન્ટરએક્ટિવ ઝોનમાં લગાવવામાં આવશે. અહીં આવનાર દર્શકો તેમની મૂર્તિ સાથે સેલ્ફી પણ લઈ શકશે. બાબા રામદેવે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,’હું ખૂબ જ ખુશ છું. તેમની ટીમ ખૂબ જ પ્રતિભાશાળી છે. હું મારી મૂર્તિ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ નોંધનીય છે કે મૂર્તિ તૈયાર કરવામાં બાબા રામદેવની 200 કરતાં પણ વધુ તસવીરો લેવામાં આવી હતી.
Published at : 26 Jun 2018 08:29 AM (IST)
Tags :
Baba RamdevView More





















