શોધખોળ કરો
ભારતે રશિયા પાસેથી ખરીદ્યા પાંચ S-400 મિસાઈલ, અંતરિક્ષ સહયોગ સહિત થયા અનેક કરાર
1/4

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોજી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે. ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહેશે. ભારતનું આગામી લક્ષ્ય ભારતના મિશન ગગનયાનને અંતરિક્ષમાં મોકલવાનું છે. તેમાં રશિયા અમારી પૂરતી મદદ કરશે. પીએમએ કહ્યું કે, ભારત અને રશિયા ઝડપથી બદલાતા વિશ્વમાં ઘણાં મહત્વના રોલ નીભાવી શકે છે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, BRICS, આસિયાન જેવા સંગઠનોમાં બંને દેશની ભૂમિકા મહત્વની છે.
2/4

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું, આજે બંને દેશો વચ્ચે આંતરિક અને વૈશ્વિર હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો સુરક્ષા-રક્ષા વેપાર ક્ષેત્રમાં મળીને કામ કરશે. પુતિને જાહેરાત કરી છે કે, બંને દેશોએ 2025 સુધીમાં 30 બિલિયન ડોલર સુધીનો વેપાર સંબંધ બનાવવાનું નક્કી કર્યું છે.
Published at : 05 Oct 2018 04:17 PM (IST)
View More





















