શોધખોળ કરો
ભાજપના આ નેતા સામે સગીરા સાથે પરાણે સેક્સ માણી રેપ કરવાનો લાગ્યો આરોપ, જાણો વિગત
1/6

આ વર્ષે મે મહિનામાં સીબીઆઇએ સેંગર વિરુદ્ધ વધુ એક દાખલ કર્યો હતો. પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં મોકલવવાના આરોપમાં સેંગરને આરોપી બનાવવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો હતો. જેમાં તેઓ ત્રણ અલગ અલગ બેઠક પરથી જીત્યા હતા.
2/6

આ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ તેને અને તેના પરિવારજનોને સતત ધમકીઓ મળી રહી છે. તેના થોડા જ દિવસોમાં રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયુ હતુ. પીડિતાના પિતાના મોત મામલે પોલીસ સ્ટેશન અધિકારી સહિત છ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને મારપીટ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
3/6

નોંધનીય છે કે રેપ પીડિતા અને તેના પરિવારજનોએ આ વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી હતી. સગીરા અને તેના પરિવારજનોનો આરોપ હતો કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરે ગયા વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો.
4/6

લખનઉઃ ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લખનઉમાં એક વિશેષ સીબીઆઇ અદાલતમાં દાખલ ચાર્જશીટમાં સેંગર અને તેના સાથી શશિસિંહ પર ગુનાહિત ષડયંત્ર અને સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
5/6

અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે ધારાસભ્ય દ્ધારા કથિત બળાત્કારના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરી નહોતી. પોલીસે ફક્ત ગેંગરેપના સંબંધમાં જ એફઆઇઆર દાખલ કરી હતી. આ મામલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ડોક્ટરોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સેંગરની 13 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
6/6

અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પીડિતાને ચાર જૂન 2017ના રોજ રાત્રે પોતાના ઘર પર બોલાવીને આઠ વખત બળાત્કાર કર્યો હતો. શશિ સિંહ પીડિતાને સેંગરના ઘર પર લઇ ગયો હતો. તપાસમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ સગીરા પર 11 જૂન અને 20 જૂન 2017 સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીબીઆઇ કરી રહી છે.
Published at : 12 Jul 2018 11:06 AM (IST)
View More
Advertisement
Advertisement





















