આ ઘટના બાદ પોલીસે ફરીયાદ દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે પોલીસે પુરાવા અને સાક્ષી હોવા છતાં 12 કલાક બાદ ફરીયાદ દાખલ કરી છે. ફરીયાદ દાખલ થયા બાદ ભાજપના ધારાસભ્ય ચંપાલાલ દેવડાનો ફોન બંધ આવે છે અને તેમની ભાળ નથી મળી રહી.
2/4
ધારાસભ્ય ચંપાલા દેવડા પોતાના ભત્રીજા અને સમર્થકો સાથે ઉદયનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ કોન્સટેબલને માર માર્યો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે આ દરમિયાન સ્ટાફ મુકપ્રેક્ષક બની બધું જોતો રહ્યો હતો. થપ્પડ ખાનારો કોન્સટેબલ પણ ચુપચાપ ઉભો રહ્યો હતો.
3/4
દેવાસની બાગલી બેઠક પરથી ધારાસભ્ય ચંપાલા દેવડા પર આરોપ છે કે તેમણે ઉદયનગર પોલીસ સ્ટેશનમાં જઈ કોન્સટેબલને માર માર્યો. ધારાસભ્યની સાથે તેનો ભત્રીજો અને કેટલાક સમર્થકો પણ હાજર હતા. આરોપ છે કે ધારાસભ્યના ભત્રીજાને કોન્સટેબલ સાથે કોઈ વાત પર વિવાદ થયો હતો, ત્યારબાદ ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોન્સટેબલ સાથે મારપીટ કરી. મારપીટનો આ વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.
4/4
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનો ગુડાગર્દીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ભાજપના ધારાસભ્ય ચંપાલાલ દેવડા શિવરાજ સિંહ સરકારની પોલીસના એક કોન્સટેબલને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે, ધારાસભ્ય પર કોન્સટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે.