શોધખોળ કરો
સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે: માયાવતી
1/3

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકોની વહેંચણીમાં સમાધાન કરવાના સંકેત પહેલા જ આપી ચુક્યા છે. અખિલેશે મૈનપુરીમાં કહ્યું હતું, આ લડાઈ ખૂબ લાંબી છે, હું આજે કહ્યું છું કે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન રહેશે અને બે-ચાર બેઠકો આગળ પાછળ રહેશે અને બેઠકો છોડવી પડે તો પણ સમાજવાદી પાર્ટી પાછળ નહી હટે.
2/3

2017માં યૂપી વિધાનસભામાં હારનો સામનો કર્યા બાદ સપા-બસપા વચ્ચે સંબંધો સુધર્યા હતા. ગોરખપુર-ફૂલપુર લોકસભા અને નૂરપુર વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની મદદથી સમાજવાદી પાર્ટીએ ભાજપને કારમી હાર આપી હતી. કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં પણ માયાવતી અને સમાજવાદી પાર્ટીની મદદથી રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારે ભાજપને કારમી હાર આપી હતી.
Published at : 16 Sep 2018 03:20 PM (IST)
View More





















