આ ઉપરાંત એસ એસ અહલુવાલિયાને આઈટી મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
2/4
પીયૂષ ગોયલ મોદી સરકારમાં સૌથી પહેલા ઊર્જા મંત્રી હતા. જે બાદ તેમને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું અને હવે તેમને નાણાં મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
3/4
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારમાં મહત્વનું ખાતું નાણાં મંત્રાલય સંભાળી રહેલા અરૂણ જેટલીએ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી નાણાં મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી છે.
4/4
સ્મૃતિ ઇરાની પાસેથી સૂચના પ્રસારણ મંત્રાલય છીનવીને રાજ્ય વર્ધન રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ પાસે રહેલું કાપડ મંત્રાલય ચાલુ રહેશે.