શોધખોળ કરો
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની કરી જાહેરાત, જાણો શું કરવામાં આવ્યા વાયદા
1/4

છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર બનશે તો દારૂબંધી કરવામાં આવશે. છત્તીસગઢના નેતા વિપક્ષ ટીએસ સિંહદેવે કહ્યું, છત્તીસગઢ માટે 36 લક્ષ્ય રાખવામાં આવ્યા છે જેમાં યુવાઓ, મહિલાઓ, એસસી-એસટી માટે પ્લાન વિચારવામાં આવ્યા છે. પત્રકારો, વકીલ અને ડૉક્ટરો માટે સુરક્ષા કાયદો બનવવાનો વાયદો કરવામાં આવ્યો છે. પેન્શન યોજનામાં 60 વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકોને દર મહિને એક હજાર, 75 વર્ષથી ઉપરના નાગરિકોને 1500 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
2/4

આ સાથે જ બેરોજગારોને બેરોજગારી ભથ્થુ, ખેડૂતોની લોન માફ કરવા અને વિજળીનુ બિલ અડધુ કરવાના વાયદા કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કર્યા છે. આ સાથે જ રાજ્યમાં એક લાખ લોકોને નોકરી આપવાનો વાયદો કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. એક વર્ષની અંદર નોકરી નહી મળવા પર 2500 રૂપિયા સ્ટાઈપેંડની વ્યવસ્થા કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરી છે. આંગણવાડી સેન્ટરને પ્રાઈમરી ક્લાસમાં બદલવાની તૈયારીઓ કરવામાં આવી છે.
Published at : 09 Nov 2018 09:06 PM (IST)
View More





















