શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરૂદ્ધમાં કોંગ્રેસનું ‘ભારત બંધ’ આજે, જાણો ક્યા રાજ્યમાં જોવા મળશે વધારે અસર
1/4

કોંગ્રેસના ભારત બંધના આહ્વાનમાં દેશના અગિયાર રાજ્યોમાં વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં છે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, હરિયાણા, કેરળ, તેલંગાણા. આ ઉપરાંત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોની સુરક્ષા વ્યવસ્થામાં વધરો કરવામાં આવ્યો છે, જ્યારે શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.
2/4

વિપક્ષે માગ કરી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરો, પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યો દ્વારા વસુલાતા વેટમાં ઘટાડો કરો દેશભરમાં ખેડૂતોની લોન માફ કરો. ખેડૂતોને કૃષિ ઊપજના સક્ષમ ભાવ આપો, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવો, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યનને લઈને પગલા લો.
Published at : 10 Sep 2018 07:07 AM (IST)
View More





















