શોધખોળ કરો
અંબાણીની કંપનીએ નોટિસ મોકલતાં કોંગ્રેસના ક્યા નેતાએ કાગળનું વિમાન બતાવી ઉડાવી મજાક ? જાણો શું લખ્યું ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095718/congres7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આ બાબતે અનિલ અંબાણીએ બે વખત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો છે અને આ આક્ષેપો નહીં કરવા કહ્યું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડીફેન્સે કોંગ્રેસના નેતાઓને ‘સીઝ એન્ડ ડેસિસ્ટ’ કાયદાકીય નોટિસ મોકલી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23100130/anil2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બાબતે અનિલ અંબાણીએ બે વખત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો છે અને આ આક્ષેપો નહીં કરવા કહ્યું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડીફેન્સે કોંગ્રેસના નેતાઓને ‘સીઝ એન્ડ ડેસિસ્ટ’ કાયદાકીય નોટિસ મોકલી છે.
2/6
![નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર રાફેલ ડીલને લઈ પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં તેમનો સાથ આપવા પાર્ટીના લગભગ તમામ નેતા આ ક્રમને જાળવી રાખવા માંગે છે. અનિલ અંબાણીની કંપનીએ કોંગ્રેસના નેતાઓ સુનિલ જાખડ અને જયવીર શેરગિલને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ રાફેલ સોદા પર હલકી કક્ષાના, જૂઠા અને પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095848/anil.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર રાફેલ ડીલને લઈ પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં તેમનો સાથ આપવા પાર્ટીના લગભગ તમામ નેતા આ ક્રમને જાળવી રાખવા માંગે છે. અનિલ અંબાણીની કંપનીએ કોંગ્રેસના નેતાઓ સુનિલ જાખડ અને જયવીર શેરગિલને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ રાફેલ સોદા પર હલકી કક્ષાના, જૂઠા અને પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે.
3/6
![રિલાયન્સની ચેતવણીનો જવાબ આપતાં કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે, તે આવી નોટિસથી ડરવાના નથી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખીને તેના પર લગાવવામાં આવેલા આરોપનો જવાબ માંગ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095754/congres4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિલાયન્સની ચેતવણીનો જવાબ આપતાં કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે, તે આવી નોટિસથી ડરવાના નથી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખીને તેના પર લગાવવામાં આવેલા આરોપનો જવાબ માંગ્યો હતો.
4/6
![રાફેલ ડીલને લઇ કોંગ્રેસ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહી છે. કોંગ્રેસ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ પર પણ આક્ષેપો કરી રહી છે. આ અંગે અનિલ અંબાણીનું કહેવું છે કે રિલાયન્સ ગ્રૂપને આ ડીલની સાથે કોઇ લેવા દેવા નથી પરંતુ કોંગ્રેસ જાણીજોઇને તેમને બદનામ કરી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095746/congres2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાફેલ ડીલને લઇ કોંગ્રેસ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહી છે. કોંગ્રેસ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ પર પણ આક્ષેપો કરી રહી છે. આ અંગે અનિલ અંબાણીનું કહેવું છે કે રિલાયન્સ ગ્રૂપને આ ડીલની સાથે કોઇ લેવા દેવા નથી પરંતુ કોંગ્રેસ જાણીજોઇને તેમને બદનામ કરી રહ્યું છે.
5/6
![આ તસવીરની સાથે જાખડે લખ્યું કે રાફેલ સોદાને લઇ રિલાયન્સ ગ્રૂપની તરફથી ‘સીઝ એન્ડ ડેસિસ્ટ’ નોટિસ મળી છે. મિસ્ટર અનિલ અંબાણી, હું વારંવાર કહું છું કે હું તમારા કરતાં સારું વિમાન બનાવી શકું છું. સુનીલ જાખડ રાફેલ સોદાને લઇ એક વખત લોકસભામાં પણ આવો જ કાગળનો નમૂનો દેખાડી ચૂકયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095743/congres1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરની સાથે જાખડે લખ્યું કે રાફેલ સોદાને લઇ રિલાયન્સ ગ્રૂપની તરફથી ‘સીઝ એન્ડ ડેસિસ્ટ’ નોટિસ મળી છે. મિસ્ટર અનિલ અંબાણી, હું વારંવાર કહું છું કે હું તમારા કરતાં સારું વિમાન બનાવી શકું છું. સુનીલ જાખડ રાફેલ સોદાને લઇ એક વખત લોકસભામાં પણ આવો જ કાગળનો નમૂનો દેખાડી ચૂકયા છે.
6/6
![પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુનીલ જાખડે રાફેલ સોદા વિવાદ અંગે રિલાયન્સ ગ્રૂપ તરફથી મળેલી કાયદાકીય નોટિસ બાદ ટ્વિટ કરી અનિલ અંબાણીની મજાક ઉડાવી છે. સુનીલ જાખડે પોતાની એક તસવીર ટ્વીટ કરી છે તેમાં તેઓ કાગળનું વિમાન દેખાડી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/23095739/congres.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુનીલ જાખડે રાફેલ સોદા વિવાદ અંગે રિલાયન્સ ગ્રૂપ તરફથી મળેલી કાયદાકીય નોટિસ બાદ ટ્વિટ કરી અનિલ અંબાણીની મજાક ઉડાવી છે. સુનીલ જાખડે પોતાની એક તસવીર ટ્વીટ કરી છે તેમાં તેઓ કાગળનું વિમાન દેખાડી રહ્યાં છે.
Published at : 23 Aug 2018 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)