હિન્દુ મહાસભાના એક અન્ય સભ્યએ કહ્યું કે, મોદીનો હિન્દુત્વનો ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. તેમણે કહ્યું, ડિમોનેટાઈઝેશન વાસ્તવમાં ડી-મોદી-ટાઈઝેશન તરફ લઈ જશે. મહાસભાના નેતાઓએ મોદી નકલી સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા સમર્થન મેળવવાનો આરોપ પણ લગાવ્યો.
2/4
પૂજાએ આગળ કહ્યું કે, નોટબંધીની જાહેરાત હિન્દુઓમાં લગ્નની સીઝનની શરૂઆત પહેલા કરવામાં આવી છે. હજારો પિરવારોએ પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. ઘણાં પરિવારે લગ્નની તારીખ લંબાવી છે તો કેટલાકે રદ્દ કર્યા છે. આવા સમયે તથાકથિત હિન્દુત્વ પાર્ટીના નેતા દેશમાં ઇસ્લામિક બેન્કિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
3/4
આગ્રાઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું કે, નોટબંધી મોદી સરકારના શાસનના અંતની શરૂઆત છે. મહાસભાના વરિષ્ઠ સભ્યએ મોદીને હિન્દુ વિરોધી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુઓમાં લગ્નની સીઝન પહેલા નોટબંધી કરવામાં આવી. બીજી બાજુ ભાજપના નેતા દેશમાં ઇસ્લામિક બેંકને પ્રોત્સાહન આપી રહ્યા છે.
4/4
સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા શકુન પાંડેએ કહ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ હજુ સુધી સમજી નથી શકાયો. તેમણે અલીગઢમાં કહ્યું, ગરીબ લોકો જે રોજના 200-300 રૂપિયા કમાણી કરે છે અને સરકારી પેંશન પર જીવી રહેતા લોકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ નિર્ણયથી અમીરો પર કોઈ અસર નહીં થાય.