પણ તે અગાઉ 2000ની નોટની તસવીરો વાયરલ થઇ જતાં બ્લેકમની રાખતા લોકો સાવધ ન થઈ જાય તે માટે સરકારે નક્કી તારીખથી પહેલાં જ 1000 અને 500ની નોટ બંધ કરી દીધી. આરબીઆઈએ પોતાની તમામ કવાયતને ઓપરેશન ક્લીન નોટ પોલિસી નામ આપ્યું હતું.
2/4
બેન્કોને આ માટે 17 નવેમ્બર સુધી બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. બેંકોને 15 દિવસની મુદત આપવામાં આવી હતી. જો આરબીઆઇની આ યોજના સફળ રહી હોત તો લોકોને પડી રહેલી મુશ્કેલીઓમાં ઘટાડો થઇ શક્યો હોત.
3/4
વાસ્તવમાં સરકાર સચોટ યોજના સાથે આ યોજનાની જાહેરાત કરવા માંગતી હતી. આરબીઆઈએ બેંકોને એટીએમમાં 100 રૂપિયાની નોટના જથ્થાને વધારવા જણાવ્યુ હતુ આ માટે 5 મે અને 2 નવેમ્બરના રોજ લેટર લખવામાં આવ્યો હતો. જે પ્રમાણે બેંકોના કુલ એટીએમના 10% એટલે કે 20 હજાર મશીનોમાં માત્ર 100-100 રૂપિયાની નોટો નીકળે તેવી વ્યવસ્થા કરવાની હતી.
4/4
નવી દિલ્લીઃ કેન્દ્રની સરકાર દ્ધારા 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના 10 દિવસ બાદ પણ સ્થિતિ એવીને એવી જ રહી છે. આજે પણ બેન્કો આગળ લોકોની લાઇનમાં ઘટાડો થયો નથી. એક રિપોર્ટ પ્રમાણે, વાસ્તવમાં આ યોજના 17 નવેમ્બરના રોજ જાહેર થવાની હતી પરંતુ તે અગાઉ જ 2000 રૂપિયાની નવી નોટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં મોદી સરકારે આ યોજના 8 નવેમ્બરે જ જાહેરાત કરવી પડી. આરબીઆઈ તરફથી બેંકોને લખવામાં આવેલો લેટર આ વાતનો ઈશારો કરે છે.