આ ઉપરાંત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે અઢી લાખ રૂપિયા સહિતની તમામ છૂટછાટો એવા જ ખાતાધારકોને મળશે જેમનાં એકાઉન્ટ કેવાયસી પ્રમાણિત છે. કેવાયસી પ્રમાણિત ના હોય તેવાં ખાતાંને આ છૂટ નહીં મળે. જે પરિવાર 2.50 લાખ રૂપિયા ઉપાડવા માગતો હશે તેણે એફિડેવિટ કરીને બેંકને આપવી પડશે.
2/5
આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે લગ્ન પ્રસંગ હોય તેવા પરિવારોને આપવામાં આવેલી છૂટછાટના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઘરના માત્ર એક સભ્યને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ અપાશે. પરિવારના સભ્યોમાંથી પણ પિતા અથવા માતાને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
3/5
બેંકોનું કહેવું છે કે એ લોકો આ અંગે રીઝર્વ બેંકની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે. આજે રવિવાર હોવાથી રીઝર્વ બેંક બંધ છે તેથી હવે સોમવારે જ આ ગાઈડલાઈન આવશે. આ સંજોગોમાં આવતી કાલે પણ લગ્નવાળા પરિવારોને અઢી લાખ રૂપિયા નહીં મળે. વહેલામાં વહેલા મંગળવારથી આ રકમ અપાઈ શકે.
4/5
આર્થિક બાબતોના સચિવ શશિકાન્તા દાસે આ જાહેરાત તો કરી પણ રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ તાલમેલ ના હોવાના કારણે રીઝર્વ બેંક દ્વારા બેંકોને આદેશ ના અપાયો હોવાથી તેનો અમલ થયો નથી. પરિણામે સેંકડો લોકો બેંકમાંથી ખાલી હાથે પાછા ફર્યા છે.
5/5
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે જાહેરાત કરી હતી કે જેના ઘરમાં લગ્ન હશે તેને પોતાના બેંક એકાઉન્ટમાંથી 2.50 લાખ સુધીની રકમ ઉપાડવાની છૂટ છે. જો કે આ જાહેરાતના ચાર દિવસ પછી પણ બેંકો લગ્નવાળા પરિવારને અઢી લાખ નથી આપતી કેમ કે રીઝર્વ બેંકે આ અંગે કોઈ આદેશ આપ્યો નથી.