શોધખોળ કરો
મુંબઈ: ડાયમંડ બિઝનેસમેનની લાશ મળી, પોલીસે કોલ ડિટેલ ચેક કરી તો ખુલ્યું ફેમસ અભિનેત્રીનું નામ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124758/FB1111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![એસીપી માનસિંહ પાટીલે જણાવ્યું કે પોલીસે આ મામલે હજુ સુધી 20 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. પરંતુ હજુ સુધી આ મર્ડર કેસને લઈને કોઈ પરિણામ પર પહોંચી નથી. આ મામલે પોલીસ ટીવી સીરિયલ અને ડાન્સ બાર ગર્લ્સની પૂછપરછ કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124703/Murder.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસીપી માનસિંહ પાટીલે જણાવ્યું કે પોલીસે આ મામલે હજુ સુધી 20 લોકોનાં નિવેદનો નોંધ્યા છે. પરંતુ હજુ સુધી આ મર્ડર કેસને લઈને કોઈ પરિણામ પર પહોંચી નથી. આ મામલે પોલીસ ટીવી સીરિયલ અને ડાન્સ બાર ગર્લ્સની પૂછપરછ કરી રહી છે.
2/9
![કોલ ડિટેલથી ખુલાસો થયો કે મૃતક ડાન્સ બારમાં કામ કરનારી અનેક યુવતીઓ સહિત ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે પણ સંપર્કમાં હતો. પોલીસે ટેલિવિઝનના પડદે ‘ગોપી વહુ’ના નામથી પ્રચલિત દેવોલીના ભટ્ટાચાર્યજી સહિત 20 લોકોની પૂછપરછ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124658/Murder7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલ ડિટેલથી ખુલાસો થયો કે મૃતક ડાન્સ બારમાં કામ કરનારી અનેક યુવતીઓ સહિત ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે પણ સંપર્કમાં હતો. પોલીસે ટેલિવિઝનના પડદે ‘ગોપી વહુ’ના નામથી પ્રચલિત દેવોલીના ભટ્ટાચાર્યજી સહિત 20 લોકોની પૂછપરછ કરી હતી.
3/9
![આ બધાં નામોમાં મશહૂર ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથીયા’ની અભિનેત્રી અને ટીવીની ‘ગોપી બહુ’ના નામથી પ્રચલિત દેબોલિના ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124653/Murder6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધાં નામોમાં મશહૂર ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથીયા’ની અભિનેત્રી અને ટીવીની ‘ગોપી બહુ’ના નામથી પ્રચલિત દેબોલિના ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી દીધી હતી.
4/9
![પોલીસને ઘટનાસ્થળે એવો કોઈ પુરાવો ન મળ્યો કે જેનાથી હત્યાનો પર્દાફાશ થઈ શકે. તેવામાં પોલીસને રાજેશ્વરના કોલ ડિટેલમાંથી એક એવા નંબરની ઓળખ થઈ જેના પર સતત રાજેશ્વરની વાત થતી હતી. આ કોલ ડિટેલ્સમાં મુંબઈથી લઈને નવી મુંબઈ તથા રાયગઢની અનેક બાર ડાન્સર્સના નામ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124647/Murder5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસને ઘટનાસ્થળે એવો કોઈ પુરાવો ન મળ્યો કે જેનાથી હત્યાનો પર્દાફાશ થઈ શકે. તેવામાં પોલીસને રાજેશ્વરના કોલ ડિટેલમાંથી એક એવા નંબરની ઓળખ થઈ જેના પર સતત રાજેશ્વરની વાત થતી હતી. આ કોલ ડિટેલ્સમાં મુંબઈથી લઈને નવી મુંબઈ તથા રાયગઢની અનેક બાર ડાન્સર્સના નામ છે.
5/9
![પોલીસના જણાવ્યાં પ્રમાણે, ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના બિઝનેસમેન રાજેશ્વર 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પરત આવવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ બીજા દિવસે સવાર સુધી તેઓ પરત ફર્યાં નહતાં. ત્યારબાદ તેમના પરિવારે મુંબઈના પંતનગર પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124641/Murder4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસના જણાવ્યાં પ્રમાણે, ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના બિઝનેસમેન રાજેશ્વર 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પરત આવવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ બીજા દિવસે સવાર સુધી તેઓ પરત ફર્યાં નહતાં. ત્યારબાદ તેમના પરિવારે મુંબઈના પંતનગર પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
6/9
![પોલીસ આ કેસની તપાસમાં લાગી હતી. આ બધાં વચ્ચે 7 ડિસેમ્બરના રોજ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ઝાડીઝાંખરામાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશની ઓળખ સરળ નહતી. પોલીસના જણાવ્યાં મુજબ રાજેશ્વરના કપડાં અને જૂતાથી તેની ઓળખ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124636/Murder3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ આ કેસની તપાસમાં લાગી હતી. આ બધાં વચ્ચે 7 ડિસેમ્બરના રોજ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ઝાડીઝાંખરામાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશની ઓળખ સરળ નહતી. પોલીસના જણાવ્યાં મુજબ રાજેશ્વરના કપડાં અને જૂતાથી તેની ઓળખ થઈ હતી.
7/9
![પોલીસે 2 દિવસ બાદ અપહરણનો કેસ પણ નોંધ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારના સીસીટીવીની તપાસ શરૂ કરતાં પોલીસને ખબર પડી કે રાજેશ્વર કોઈ અન્ય કારમાં મુંબઈથી નવી મુંબઈ તરફ જતાં જોવા મળ્યાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124632/Murder2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસે 2 દિવસ બાદ અપહરણનો કેસ પણ નોંધ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારના સીસીટીવીની તપાસ શરૂ કરતાં પોલીસને ખબર પડી કે રાજેશ્વર કોઈ અન્ય કારમાં મુંબઈથી નવી મુંબઈ તરફ જતાં જોવા મળ્યાં હતાં.
8/9
![ટોલનાકા પર પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં તેમાં તસવીરો ખુબ જ ધૂંધળી હતી. આવામાં તેમની કારની ઓળખ કરવી પોલીસ માટે સમસ્યા બની ગઈ હતી. આ બધાં વચ્ચે રાજેશ્વરની કાર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી મળી આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124627/Murder1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટોલનાકા પર પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં તેમાં તસવીરો ખુબ જ ધૂંધળી હતી. આવામાં તેમની કારની ઓળખ કરવી પોલીસ માટે સમસ્યા બની ગઈ હતી. આ બધાં વચ્ચે રાજેશ્વરની કાર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી મળી આવી હતી.
9/9
![નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં મુંબઈના એક હીરાના બિઝનેસમેનની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. બિઝનેસમેન 28 નવેમ્બરથી ગૂમ હતો. આ હીરાના બિઝનેસમેનની કાર મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મળી આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08124622/Murder.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં મુંબઈના એક હીરાના બિઝનેસમેનની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. બિઝનેસમેન 28 નવેમ્બરથી ગૂમ હતો. આ હીરાના બિઝનેસમેનની કાર મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મળી આવી હતી.
Published at : 08 Dec 2018 12:48 PM (IST)
Tags :
Gopi Bahuવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)