શોધખોળ કરો
મોદી સરકારના મંત્રીએ કહ્યું, ...તો પેટ્રોલ 55, ડીઝલ 50 રૂપિયામાં મળશે
1/3

છત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કેદ્રીંય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ લગાવી રહ્યું છે. લાકડાની વસ્તુઓ અને કચરામાંથી ઈથેનોલ બનાવાશે.
2/3

ગડકરીએ કહ્યું, આપણે લગભગ 8 લાખ કરોડનું ડીઝલ પેટ્રોલ આયાત કરીએ છીએ. પેટ્રોલની કિંમતો વધી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગગડી રહ્યો છે. હું છેલ્લા 15 વર્ષોથી કહી રહ્યો છું કે, ખેડૂતો અને આદિવાસી બાયોફ્લૂઅલ બનાવી શકે છે, જેનાથી એરક્રાફ્ટ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનિકના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઈથેનોલથી ગાડીઓ પણ ચલાવી શકાય છે.
3/3

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવના કારણે મોદી સરકારની ટીકા થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને પગલે કૉંગ્રેસે સોમવારે ભારતબંધનું પણ એલાન આપ્યું હતું. ત્યારે ભાજપના કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ ફેક્ટરી બનાવી રહી છે, જેની મદદથી પેટ્રોલ 55 રૂપિયા અને ડીઝલ 50 રૂપિયામાં મળશે.
Published at : 11 Sep 2018 08:00 AM (IST)
View More





















