નવી દિલ્હીઃ કર્ણાટકમાં બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહેલા જેડીેસ નેતા એચડી કુમારસ્વામીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બન્ને પાર્ટીઓના ઉચ્ચ નેતૃત્વનએ એ નિર્ણય કર્યો કે રાજ્યમાં સરકાર ચલાવવા માટે એક સમન્વય સમિતિ બનશે. જોકે, હજુ પણ ઉપ મુખ્યમંત્રી પદ માટે બન્ને પાર્ટીઓમાં મતભેદ છવાયેલા છે. બન્ને પાર્ટીઓની અલગ અલગ નામની ડિમાન્ડ છે.
2/7
3/7
જ્યારે દાનિૉશ અલીને પુછવામા આવ્યું કે કોંગ્રેસ તરફથી બે નેતા ઉપમુખ્યમંત્રી બનશે, તો દાનિશે કહ્યું કે, ‘‘આ વિશે મને કંઇજ ખબર નથી.’’ સુત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ ઉપમુખ્યમંત્રી ઉપરાંત સરકારમાં પોતાના માટે કુલ 20 મંત્રી ઇચ્છે છે અને આના પર વાતચીત ચાલું છે.
4/7
જેડીએસ નેતા કુંવર દાનિશ અલીએ કહ્યું, ‘‘બેગ્લુંરુમાં એક બેઠક યોજાશે જેમાં બન્ને પાર્ટીઓના નેતા સામેલ થશે. તે બેઠકમાં સરકાર ગઠન અને સત્તાની ભાગીદારી સાથે જોડાયેલા બધા મુદ્દાઓ પર નિર્ણય લેવાશે.’’
5/7
6/7
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે કુમારસ્વામીની મુલાકાત લગભગ અડધા કલાક સુધી ચાલી, કુમારસ્વામીએ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું જેને કોંગ્રેસના બન્ને ટોચના નેતાઓએ સ્વીકાર કરી લીધું. કુમારસ્વામી 23 મેના સાંજે સાડા ચાર વાગે પ્રદેશ સચિવાલયમાં કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
7/7
માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ તરફથી કોઇ નેતા ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે અને તે માટે જી પરમેશ્વરન સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી અટકળો પણ છે કે કોંગ્રેસ પોતાના બે નેતાઓને ઉપમુખ્યમંત્રી બનાવવા માગે છે., પણ જેડીએસ આ માટે તૈયાર નથી.