શોધખોળ કરો

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

વડોદરા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાના ડભોઇ અને શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરા જિલ્લામાં ડભોઈ, શિનોરમાં વરસાદી માહોલ જામ્યો હતો.
  • લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
  • અગાઉ ઓછા વરસાદથી ખેડૂતોને પાક નુકસાન થયું હતું.
  • હવે સારા વરસાદથી પાકને નવજીવન મળવાની ખેડૂતોને આશા.

Vadodara Rain: વડોદરા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાના ડભોઇ અને શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, સમગ્ર ચોમાસા દરમિયાન ઓછા વરસાદને કારણે શિનોર અને કરજણ પંથકના ખેડૂતોને ત્રણથી ચાર વખત બિયારણ કરવું પડતાં ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હવે ખેડૂતો સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

ડભોઇ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં

ડભોઇ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. ડભોઇ શહેર, ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાગા, શિનોર રોડ અને લાઠી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. શહેર ઉપરાંત તાલુકાના અનેક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

તાલુકાના ગામડાઓમાં પણ વરસાદનું આગમન

ડભોઇ તાલુકાના તિલકવાડા રોડ, સીતપુર, ધરમપુરી, વડજ સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શિનોર પંથકમાં વરસાદ

વડોદરાના શિનોર પંથકમાં પણ આકાશ કાળા ડીબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. ત્યારબાદ સાધલી સહિતના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતોમાં આશાનું નવું કિરણ જોવા મળ્યું છે.

સારા વરસાદની રાહમાં ખેડૂતો

ચોમાસાની સિઝન હજુ ચાલુ હોવાથી ખેડૂતોને આગામી દિવસોમાં સારા વરસાદની આશા છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ પડશે તો પાકને નવજીવન મળશે અને ખેડૂતોને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાનના કેટલાક મોડલના અભ્યાસ જણાવે છે કે, બંગાળની ખાડીમાં 18 જુલાઇની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ થઇ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનને ભેજ મળતાં ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ જો ક્રિએટ થાય તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget