શોધખોળ કરો
2019 માટે મોદીનો માસ્ટર સ્ટ્રોક? આઝાદ ભારતમાં પ્રથમવાર OBCનો ડેટા એકઠો કરાશે, જાણો વિગત
1/4

અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદ યાદવ જેવા નેતા લાંબા સમયથી અન્ય પછાત વર્ગ માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેમાં તેમને વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે. જેની માહિતી પણ ત્રણ જ વર્ષમાં સામે આવી જશે.
2/4

આ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુથી લઈ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા. આ સાથે જ 2021માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની 55 વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવ્યો છે.
Published at : 01 Sep 2018 11:07 AM (IST)
View More





















