આ લોકોથી આગળ રહ્યાં પીએમ મોદીઃ-- ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગ- 13મી રેન્ક, બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મેઃ 14મી રેન્ક, ચીની વડાપ્રધાન લી કેકિયાંગઃ 15મી રેન્ક, એપલ સીઇઓ ટિમ કૂકઃ 24મી રેન્ક પર છે.
2/6
આ લિસ્ટમાં મોદી બાદ બીજા ભારતીય મુકેશ અંબાણી છે. 32માં નંબર પર અંબાણીની નેટવર્થ 41.2 બિલિયન ડૉલર (2 લાખ 78 હજાર કરોડ રૂપિયા) છે. ફોર્બ્સે કહ્યું, "અંબાણીની 2016 માં લૉન્ચ કરવામાં આવેલી જિઓ 4જી સર્વિસે દેશના ટેલિકૉમ માર્કેટમાં કિંમતોની એક નવી જંગ છેડી દીધી છે. જિઓએ પોતાનો ફ્રી ડૉમેસ્ટિક વૉઇસ કૉલિંગ ઓફર દ્વારા 16 કરોડથી વધુ લોકોને જોડ્યા."
3/6
"વિતેલા વર્ષોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે મુલાકાત બાદ વૈશ્વિક નેતા બનીને ઉભરી આવ્યા છે. ક્લાઇમેટ ચેન્જથી નિપટવા માટે દુનિયાના પ્રયાસોમાં મોદીનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે."
4/6
ફોર્બ્સે મોદી માટે કહ્યું કે, "દુનિયાના બીજા સૌથી વધુ વસ્તી વાળા દેશમાં મોદી સૌથી વધુ પૉપ્યલર છે. તેમને નવેમ્બર 2016માં બે મોટી નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો, તેનાથી મની લૉન્ડ્રિંગ અને ભ્રષ્ટચાર ખતમ કરવાની મોટી કોશિશ કહી શકાય છે."
5/6
ફોર્બ્સ અનુસાર, "ધરતી પર લગભગ સાડા સાત અરબ લોકો રહે છે, પણ આ 75 પુરુષો અને મહિલાઓએ દુનિયાને બદલવામાં મહત્વનું યોગદાન આપ્યુ છે. અમારી વાર્ષિક જાહેર થનારી દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની યાદી બતાવે છે કે દર દસ કરોડ લોકોમાંથી એક વ્યક્તિ સામે આવ્યો."
6/6
ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (67) ફોર્બ્સના ટૉપ 10 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 9માં નંબર પર છે. ફોર્બ્સે સ્ટેટમેન્ટ રજૂ કરીને કહ્યું કે મોદીનો નોટબંદીનો નિર્ણય ભ્રષ્ટ્રાચાર ખતમ કરવાની દીશામાં સૌથી મોટું પગલું હતું. વળી, પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ આ યાદીમાં નંબર 1 પર પહોંચી ગયા છે. તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનને પાછળ પાડ્યા છે.