શોધખોળ કરો
Advertisement
પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની તબિયત લથડી, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ
LIVE
Background
નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને મેડિકલ ચેક અપ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએન સેન્ટરમં તેમની સારવાર ચાલી રહી છે. જેટલીને આજે સવારે દસ વાગ્યે એમ્સમાં દાખલ કરાયા હતા. હાલ તેઓ કાર્ડિક ન્યૂરો સેન્ટરના વૉર્ડમાં ભર્તી છે. ડૉક્ટોરનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે. જેટલીના હાલચાલ જાણવા માટે સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે.
20:23 PM (IST) • 09 Aug 2019
અરુણ જેટલીની તબિયત પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા એઇમ્સ પહોંચ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ એઇમ્સ પહોંચ્યા છે.
20:24 PM (IST) • 09 Aug 2019
20:23 PM (IST) • 09 Aug 2019
અરૂણ જેટલી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણામંત્રી રહી ચુક્યા છે. જો કે, નાદુરસ્ત હોવાના કારણે તેઓ લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રજુ કરી શક્યા નહતા. નાદુરસ્ત તબિયતના કારણ તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.
20:23 PM (IST) • 09 Aug 2019
અરૂણ જેટલી છેલ્લા બે વર્ષની બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેના બાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ આ વર્ષેજ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.
Load More
Tags :
Arun Jailtey Arun Jailtey Admitted To AIIMS Former Finance Minister Arun Jaitley Jaitley Medical Check-upગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement