શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
500-1000ની નોટ બંધ, જાણો તમારા મનમાં ઉઠતા તમામ સવાલોના જવાબ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112108/1-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![કાળાનાણાં પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી મોદી સરકારે આ કડક પગલું લીધું છે. માટે જેની પાસે કાળુનાણું નથી તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદીએ પણ આ અંગે તમને વિશ્વાસ અપાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112128/11-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાળાનાણાં પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી મોદી સરકારે આ કડક પગલું લીધું છે. માટે જેની પાસે કાળુનાણું નથી તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદીએ પણ આ અંગે તમને વિશ્વાસ અપાવ્યો છે.
2/11
![9 અને 10 નવેમ્બરના રોજ એટીએમ બંધ રહેશે. 9 નવેમ્બરે બેંક બંધ રહેશે. 11 નવેમ્બર મધરાત સુધી સરકારી હોસ્પિટલ, પેટ્રોલપમ્પ, એરલાઈન્સ ટિકિટ જેવા સ્થાન પર જૂની નોટ લેવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112126/10-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9 અને 10 નવેમ્બરના રોજ એટીએમ બંધ રહેશે. 9 નવેમ્બરે બેંક બંધ રહેશે. 11 નવેમ્બર મધરાત સુધી સરકારી હોસ્પિટલ, પેટ્રોલપમ્પ, એરલાઈન્સ ટિકિટ જેવા સ્થાન પર જૂની નોટ લેવામાં આવશે.
3/11
![આરબીઆીએ સ્પષ્ટ કહ્યું છે કે, નવી નોટ 500 અને 2000 રૂપિયાની હશે. 10 નવેમ્બરથી આ નોટ બેંકમાં આવી જશે તો તમે સરળતાથી જઈને નવી નોટ લઈ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112123/9-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરબીઆીએ સ્પષ્ટ કહ્યું છે કે, નવી નોટ 500 અને 2000 રૂપિયાની હશે. 10 નવેમ્બરથી આ નોટ બેંકમાં આવી જશે તો તમે સરળતાથી જઈને નવી નોટ લઈ શકો છો.
4/11
![જો તમે કોઈપણ કારણોસર 30 ડિસેમ્બર સુધી 500-1000 રૂપિયાની નોટ જમા ન કરાવી શકો તો 31 માર્ચ 2017 સુધીનો સમય છે. રિઝર્વ બેંક તેના માટે અલગ સેન્ટર અથવા ઓફિસ નક્કી કરશે જ્યાં જઈને તમે આ નોટ જમા કરાવી શકો છો. પરંતુ તમારે તેનું કારણ જણાવવું પડશે કે પહેલા શા માટે જમા ન કરાવ્યા અને પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ બતાવવું પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112121/8-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે કોઈપણ કારણોસર 30 ડિસેમ્બર સુધી 500-1000 રૂપિયાની નોટ જમા ન કરાવી શકો તો 31 માર્ચ 2017 સુધીનો સમય છે. રિઝર્વ બેંક તેના માટે અલગ સેન્ટર અથવા ઓફિસ નક્કી કરશે જ્યાં જઈને તમે આ નોટ જમા કરાવી શકો છો. પરંતુ તમારે તેનું કારણ જણાવવું પડશે કે પહેલા શા માટે જમા ન કરાવ્યા અને પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ બતાવવું પડશે.
5/11
![તમે માત્ર જે બેંકમાં તમારું ખાતું છે ત્યાં જ નોટો એક્સચેન્જ કરાવી શકશો અને જો બીજી બેંકમાં જશો તો તમારે તમારા ખાતાની વિગતો અને તમારું આઈડી કાર્ડ બતાવવું પડશે. જો કોઈની પાસે ખાતું નહીં હોયતો તે કોઈ મિત્ર અથવા સંબંધી પાસેથી લેખીતમાં મંજૂરી લઈને તેના ખાતાવાળી બેંકમાં નોટ એક્સચેન્જ કરાવી શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112119/7-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે માત્ર જે બેંકમાં તમારું ખાતું છે ત્યાં જ નોટો એક્સચેન્જ કરાવી શકશો અને જો બીજી બેંકમાં જશો તો તમારે તમારા ખાતાની વિગતો અને તમારું આઈડી કાર્ડ બતાવવું પડશે. જો કોઈની પાસે ખાતું નહીં હોયતો તે કોઈ મિત્ર અથવા સંબંધી પાસેથી લેખીતમાં મંજૂરી લઈને તેના ખાતાવાળી બેંકમાં નોટ એક્સચેન્જ કરાવી શકશે.
6/11
![જરૂરી કામ જેમ કે, રેલવે, સરકારી બસ કાઉન્ટર, એરલાઈન્સ, હોસ્પિટલ, એરપોર્ટ અને પેટ્રોલ પમ્પ પર 500-1000 રૂપિયાની નોટ 11 નવેમ્બર મધરાત સુધી ખરીદી કરી શકો છો. ઉપરાંત સરકારી ઓથોરાઈઝ્ડ દૂધના બુથ, ક્રિમિશન હાઉસ (શબ ગૃહ) પર પણ આ નોટ 11 નવેમ્બર મધરાત સુધી માન્ય રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112117/6-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જરૂરી કામ જેમ કે, રેલવે, સરકારી બસ કાઉન્ટર, એરલાઈન્સ, હોસ્પિટલ, એરપોર્ટ અને પેટ્રોલ પમ્પ પર 500-1000 રૂપિયાની નોટ 11 નવેમ્બર મધરાત સુધી ખરીદી કરી શકો છો. ઉપરાંત સરકારી ઓથોરાઈઝ્ડ દૂધના બુથ, ક્રિમિશન હાઉસ (શબ ગૃહ) પર પણ આ નોટ 11 નવેમ્બર મધરાત સુધી માન્ય રહેશે.
7/11
![11 નવેમ્બરથી એટીએમ ખુલ્યા બાદ 18 નવેમ્બર સુધી તમે રોજ એટીએમમાંથી માત્ર 2000 રૂપિયા ઉપાડી શકો છો. ત્યાર બાદ લિમિટમાં વધારો કરવામાં આવશે. જ્યારે બેંકમાંથી એક દિવસમાં માત્ર 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો અને સપ્તાહમાં વધુમાં વધુ 20 હજાર રૂપિયા ઉપાડી શકો છો. એટીએમઅને બેંકમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદામાં ક્યારે વધારો કરવામાં આવશે તે નક્કી નથી. કહેવાય છે કે, નોટોની માગ સામાન્ય થઈ ગયા બાદ કેશ ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112116/5-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11 નવેમ્બરથી એટીએમ ખુલ્યા બાદ 18 નવેમ્બર સુધી તમે રોજ એટીએમમાંથી માત્ર 2000 રૂપિયા ઉપાડી શકો છો. ત્યાર બાદ લિમિટમાં વધારો કરવામાં આવશે. જ્યારે બેંકમાંથી એક દિવસમાં માત્ર 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો અને સપ્તાહમાં વધુમાં વધુ 20 હજાર રૂપિયા ઉપાડી શકો છો. એટીએમઅને બેંકમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદામાં ક્યારે વધારો કરવામાં આવશે તે નક્કી નથી. કહેવાય છે કે, નોટોની માગ સામાન્ય થઈ ગયા બાદ કેશ ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવશે.
8/11
![તમે એક દિવસમાં માત્ર 4000 રૂપિયા સુધી 500-1000 રૂપિયાની નોટને નાની નોટો સાથે એક્સચેન્જ કરાવી શકો છો. એટલે કે 10થી 24 નવેમ્બરની વચ્ચે માત્ર 60 હજાર રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112114/4-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે એક દિવસમાં માત્ર 4000 રૂપિયા સુધી 500-1000 રૂપિયાની નોટને નાની નોટો સાથે એક્સચેન્જ કરાવી શકો છો. એટલે કે 10થી 24 નવેમ્બરની વચ્ચે માત્ર 60 હજાર રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકો છો.
9/11
![મોટી નોટની સામે નાની નોટોનું એક્સચેન્જ આવતી કાલ એટલે કે 10 નવેમ્બરથી 24 નવેમ્બર 2016 સુધી થઈ શકશે. એટલે કે તમારી પાસે માત્ર 15 દિવસ છે પરંતુ તેનાથી કોઈ મુશ્કેલી નહીં થાય. જો તમે 500-1000 રૂપિયાની નોટ જમા કરાવવા માગો છો તો તેના માટે તમારી પાસે 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112112/3-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટી નોટની સામે નાની નોટોનું એક્સચેન્જ આવતી કાલ એટલે કે 10 નવેમ્બરથી 24 નવેમ્બર 2016 સુધી થઈ શકશે. એટલે કે તમારી પાસે માત્ર 15 દિવસ છે પરંતુ તેનાથી કોઈ મુશ્કેલી નહીં થાય. જો તમે 500-1000 રૂપિયાની નોટ જમા કરાવવા માગો છો તો તેના માટે તમારી પાસે 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય છે.
10/11
![તમે તમારી 500-10000 રૂપિયાની નોટ બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં લઈ જાવ અને તાત્કાલીક, પાન કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ અથવા સરકારી વોટર કાર્ડ જેવા ડોક્યૂમેન્ટ બતાવીને તાત્કાલીક તમે તેને બદલાવીને નવી નોટ લઈ શકો છો જે હવે દેશમાં ચલણમાં છે. 30 સપ્ટેમ્બર 2016 સુધી તમે કોઈપણ બેંકમાં જઈને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112110/2-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે તમારી 500-10000 રૂપિયાની નોટ બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં લઈ જાવ અને તાત્કાલીક, પાન કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ અથવા સરકારી વોટર કાર્ડ જેવા ડોક્યૂમેન્ટ બતાવીને તાત્કાલીક તમે તેને બદલાવીને નવી નોટ લઈ શકો છો જે હવે દેશમાં ચલણમાં છે. 30 સપ્ટેમ્બર 2016 સુધી તમે કોઈપણ બેંકમાં જઈને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલી શકો છો.
11/11
![નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી જ 500-1000ની નોટ બંધ કરવાની જાહેરાતકરી કે દેશમાં આ નિર્ણયને લઈને અનેક સવાલો ઉભા થવા લાગ્યા. જેમ કે ઘરમાં અને લોકોની પાસે પડેલ 500-1000 રૂપિયાની નોટોનું શું થશે. શું તેમની મહેનતની કમાણીની નોટ હવે બેકાર થઈ જશે? ગઈકાલે રાતે 12 કલાક બાદ 500-1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે અને આ નોટોની કિંમત હવે માત્ર કાગળના ટુકડા જેટલી રહી ગઈ છે. આવા અનેક સવાલો તમારા મનમાં ઉભા થતા હોયતો હેરાન થવાની જરૂર નથી. અહીં તમને 500-1000 રૂપિયાની નોટો સાથે જોડાયેલ તમામ જાણકારી મળી જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09112108/1-full-information-all-you-need-to-know-about-500-and-1000-rupees-notes-and-exchange1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી જ 500-1000ની નોટ બંધ કરવાની જાહેરાતકરી કે દેશમાં આ નિર્ણયને લઈને અનેક સવાલો ઉભા થવા લાગ્યા. જેમ કે ઘરમાં અને લોકોની પાસે પડેલ 500-1000 રૂપિયાની નોટોનું શું થશે. શું તેમની મહેનતની કમાણીની નોટ હવે બેકાર થઈ જશે? ગઈકાલે રાતે 12 કલાક બાદ 500-1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ છે અને આ નોટોની કિંમત હવે માત્ર કાગળના ટુકડા જેટલી રહી ગઈ છે. આવા અનેક સવાલો તમારા મનમાં ઉભા થતા હોયતો હેરાન થવાની જરૂર નથી. અહીં તમને 500-1000 રૂપિયાની નોટો સાથે જોડાયેલ તમામ જાણકારી મળી જશે.
Published at : 09 Nov 2016 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
મૂવી રિવ્યૂ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion