નોંધનીય છે કે, દિલ્હીની હવાની ગુણવત્તામાં બુધવારે મામુલી સુધારો આવ્યો અને હવાની ઝડપ વધતા અને પ્રદુષણ વિખેર્યા બાદ તે “ખુબ ખરાબ”ની શ્રેણીમાં આવી ગઇ. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કહ્યું કે પરિસ્થિતિ 3 નવેમ્બરથી વધારે ખરાબ થઇ શકે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ દિલ્હીનું આખુ હવા ગુણવત્તા સૂચકાંક 366 નોંધ્યો છે.
2/5
આના પછી ગંભીરે લખ્યું તમારા જુઠ્ઠા વાયદાઓના કારણે અમારી પેઢી ધુમાડાઓમાં જીવી રહી છે. તમારી પાસે આખુ એક વર્ષ હતુ પણ તમે પ્રદુષણ અને ડેન્ગ્યૂ પર કાબુ ના કર્યો.
3/5
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનુ સ્તર સતત ખરાબ થઇ રહ્યુ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આને કાબુમાં કરવા માટે યોગ્ય પગલા ભરાઇ રહ્યાં છે અને જરૂર પડશે તો આવનારા દિવસોમાં ફરી એકવાર ઓડ-ઇવન લાગુ કરી શકે છે.
4/5
પ્રદુષણથી ત્રસ્ત દિલ્હીવાસીઓની સાથે કેજરીવાલનો વિરોધ ગંભીરે પણ કર્યો છે. ભારતીય ક્રિકેટર ગંભીરે દિલ્હીની ઝેરીલી હવા માટે આમ આદમી પાર્ટીની સરકારને નિશાને લીધી છે.
5/5
ગૌતમ ગંભરી શાયરાના અંદાજમાં સરકાર પર હુમલો કરતાં ટ્વીટ કર્યુ છે, તેને લખ્યું કે, "દર્દે દિલ, દર્દે જિગર દિલ્હીમાં જગાયા AAP ને, પહેલે તો અહાં Oxygen થા, Oxygen ભગાયા AAP ને.”