આરોપો બાદ કંપનીએ ઇન્ટરનલ તપાસ કરાવી હતી, આ તપાસમાં સ્વરૂપ પર આરોપો સાબિત થયા હતા. પોલીસને એક સુસાઇડ નૉટ મળી છે જેમાં સ્વરૂપ રાજે પોતાને નિર્દોષ ગણાવ્યો છે. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.
3/5
સ્વરૂપ રાજની સુસાઇડ નૉટમાં શું લખ્યુ?..... સ્વરૂપ રાજે સુસાઇડ નૉટ પોતાની પત્ની માટે લખી છે, સુસાઇડ નૉટમાં લખ્યુ - ''આજે હું તમે બતાવવા માગુ છુ કે હું તને કેટલો પ્રેમ કરુ છુ. મારી ઉપર કંપનીની બે મહિલા કર્મચારીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મારો વિશ્વાસ કરો મેં કંઇજ નથી કર્યુ. મને ખબર છે કે દુનિયા આને સમજશે, પણ તારે અને આપણા પરિવારે મારા પર વિશ્વાસ કરવો જોઇએ. બધા આરોપો ખોટા છે.''
4/5
5/5
નવી દિલ્હીઃ ગ્રેટર નોઇડાની ફેમસ આઇટી કંપની જેનપેક્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સ્વરૂપ રાજના ઘરે આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. સ્વરૂપ રાજ પર કંપનીની બે મહિલાઓએ છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપોના કારણે સ્વરૂપ રાજને કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યા હતા.