પર્રિકરે16 ડિસેમ્બરે જોરી અને મંડોવી બ્રિજનાં નિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમની સારવાર ગત ફેબ્રુઆરીથી ચાલી રહી છે.
2/3
ડિસેમ્બરમાં મુંબઇ ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્યમંત્રી પારિકરની મેડિકલ તપાસ કરાવવાની અને તેમની બીમારીની જાણકારી જાહેર કરવાની માંગ કરતી એક અરજી ફગાવવામાં આવી હતી. પર્રિકર સરકારી ગાડીથી સચિવાલય પહોંચ્યા હતા. નવા વર્ષે પરિકરનાં આ પગલાને પોઝિટીવ માન્યું છે. કેટલાક લોકો આરામ કરવાની પણ સલાહ આપી રહ્યાં છે.
3/3
પણજી: ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પારિકર ખૂબ લાંબા સમય બાદ આજે સચિવાલય પહોંચ્યા હતાં. જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે, પારિકર આશરે પાંચ મહિના પછી ઓફિસ આવ્યા હતાં. તેમને સ્વાદુપિંડનું કેન્સર થયું છે. પર્રિકર અમેરિકા સારવાર કરાવી પરત ફર્યા હતા ત્યાર બાદ તેમની સારવાર દિલ્હીની એઈમ્સમાં પણ કરવામાં આવી હતી.