શોધખોળ કરો
ગોવા: કૉંગ્રેસનો લાગ્યો મોટો ઝટકો, બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા
1/3

નવી દિલ્હી: ગોવામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. મનોહર પર્રિકરના બીમાર થયા બાદ કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. સવારે આશરે 11 વાગ્યે કૉંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપતેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એ નક્કી હતું કે ગોવામાં કૉંગ્રેસ તુટી રહી છે. અંતે સુભાષ શિરોડકરે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
2/3

આ ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થતા ગોવા વિધાનસભાનું ગણિત બદલાઈ ગયું છે. બંને ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ બહુમતનો આંકડો 21ના બદલે 20 થયો છે. ગોવામાં 2017માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે કોઈ પાર્ટીને બહુમતી નહોતી મળી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવોર્ડ પાર્ટીના ત્રણ-ત્રણ ધારાસભ્યો સહિત ત્રણ અપક્ષ ધારાસભ્યો અને એક એનસીપીના ધારાસભ્યના સમર્થનથી સરકાર બનાવી હતી. કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 13 બેઠકો મળી હતી. બાદમાં વિશ્વજીત રાણેએ કૉંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપની ટીકિટ પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
Published at : 16 Oct 2018 07:52 PM (IST)
View More





















