દીપાલીએ પીએમ સાથે ફોટો પડાવવાની મંજૂરી માગી તો હા પાડી અને કહ્યું કે, આ ફોટો તમારા માતા-પિતાને પણ મોકલજો. દીપાલીનો પતિ પ્રવીણ પણ સિયોલમાં રહે છે અને તે પણ પત્નીને મળેલા મોકા અને મુલાકાતથી ખુશ થયો હતો.
2/6
પીએમને દીપાલી દ્વારા બનાવામાં આવેલું ભોજન સ્વાદિષ્ટ લાગ્યું હતું અને તેમણે પ્રશંસા પણ કર હતી. જે બાદ પીએમે દીપાલીને ભારતમાં તેનું સરનામું પૂછ્યું હતું. જેના જવાબમાં દીપાલીએ ગોરખપુરની રહેવાસી હોવાનું જણાવ્યું તો પીએમે જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીએ ગોરખપુર જ રહ્યા છે.
3/6
જે બાદ રાત્રિ ભોજનમાં દાલ મખની, મટર મખના, વેજ જલ્ફ્રેઝી, કોર્ન સલાડ, ફ્રૂટ રાયતું, ભાત, નાન રોટી પીરસવામાં આવી હતી. બીજા દિવસે સવારના નાસ્તમાં દાબેલી, ઇડલી, ઢોકળા જેવા ભારતીય વ્યંજનો પણ પીરસવામાં આવ્યા હતા.
4/6
પીએમ મોદીને સવારના નાસ્તામાં પૌવા, ઉપમા, પૂરી, શ્રીખંડ પીરસવામાં આવ્યા હતા. જ્યારે બપોરના ભોજનમાં દાલ તડકા, પાલક પનીર, દમ આલુ, ચણા સલાડ, બૂંદી રાયતુ, કચૂંબર સલાડ, ગાજરનો હલવો, ચટણી, પાપડ, નાન રોટી પીરસવામાં આવી હતી.
5/6
પીએમ અને તેના પ્રતિનિધિમંડળ માટે સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડીનર તમામની જવાબદારી દીપાલી પર હતી. સવારનો નાસ્તો અને બપોરનું લંચ કર્યા બાદ પીએમને ખબર પડી કે હોટલની હેડ શેફ ભારતીય છે. સાંજના ડીનર બાદ દીપાલીએ જ્યારે પીએમને પૂછ્યું કે, જમવાનું કેવું લાગ્યું ? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, એકદમ સ્વાદિષ્ટ.
6/6
સિયોલઃ પીએમ નરેન્દ્ર મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન તેમને પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મોદી જે હોટલમાં ઉતર્યા હતા તે હોટલની શેફ ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી દીપાલી હતી. દીપાલી છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ કોરિયાના સિયોલની ફાઇવ સ્ટાર હોટલમાં હેડ શેફની જવાબદારી સંભાળે છે.