શોધખોળ કરો
વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકની મુશ્કેલીમાં વધારો, સરકારે બ્લોક કરી વેબસાઈટ્સ
1/4

હાલમાં જ કેન્દ્ર સરકારે જાકિર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જાકિરની સંસ્થા પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલા જાકિર નાઇકની એનજીઓ પર વિદેશથી ભંડોળ લેવા પર રોક લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ જ્યારે ઝાકિર નાઈકના ભાષણોનો હવાલો આપ્યો ત્યારે ઝાકિરની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશ તે વખતે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ત્યારથી સરકાર તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી.
2/4

NIAએ આ અંગે જણાવ્યું હતું કે આ એક કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો છે. પુરાવા મેળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પૂછપરછ માટે નાઈકને બોલાવવામાં આવી શકે છે. હાલ તે ભારતની બહાર છે. નાઈક પર ઓસામા બિન લાદેનના ગુણગાન કરવાનો આરોપ છે અને તેણે કહ્યું હતું કે તમામ મુસલમાનોએ આતંકવાદી હોવું જોઈએ.
Published at : 21 Nov 2016 10:57 AM (IST)
View More





















