નવી દિલ્લી: જીએસટી કાઉન્સીલની બેઠક પુરી થઈ છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેશલેશ લેવડદેવડ કરનારને 2 ટકાની છૂટ મળશે. આ છૂટ વધુમાં વધુ 100 રૂપિયા સુધીની હશે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ખાંડ ઉત્પાદકો પર સેસ લગાવવા પર વિચાર કરવામાં આવશે. જેના પર મંત્રીઓનો એક સમૂહ બનાવવા પર સહમતિ બની છે.
2/5
આ દરમિયાન નાણા મંત્રીએ જણાવ્યું કે જીએસટીના પ્રથમ વર્ષમાં જીએસટી કલેક્શન ખૂબ સારૂ રહ્યું. તેમણે જાણકારી આપી કે પરિષદના તમામ સદસ્યોએ જીએસટીના પ્રથમ વર્ષમાં થયેલા રેવન્યૂ કલેક્શનને લઈને ખૂશી વ્યક્ત કરી છે.
3/5
પરિષદે સેસ લગાવવા પર વિચાર કરવા માટે મંત્રીઓના સમૂહનું ગઠન કરવાનો નિર્ણય કર્યો છે. જીએસટી પરિષદની આ 27મી બેઠક વીડિયો કૉંફ્રેસિંગના માધ્યમથી થઈ.
4/5
મોદી સરકાર સતત કેશલેશ લેવડદેવડમાં વધારો કરવા પર પગલા ઉઠાવી રહી છે. જીએસટી પરિષદ તરફથી ડિજિટલ ટ્રાંજેક્શન પર બે ટકાની છૂટ આપવી એ આ પહેલનો એક ભાગ છે.
5/5
જીએસટી પરિષદની આ 27મી બેઠક થતા પહેલા એ આશા હતી કે ખાંડ પર 2 ટકા સેસ લગાવવામાં આવી શકે છે, પરંતુ હાલ તેના પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.