ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
2/5
જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
3/5
રાજસ્થાન યૂનિવર્સિટીના પ્રમુખ રહેલ હનુમાન બેનિવાલનો જન્મ નાગૌરમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી પોલિટિક્સમાં આવનાર બેનીવાલે રાજનીતિની શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા જોકે તેના પિતા કોંગ્રેસના નેતા હતા. 2010માં તેણે ખુલેઆમ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવીને પોતાની પાર્ટી વિરૂદ્ધ જ મોર્ચો માંડ્યો હતો અને ત્યાર બાદ તેણે ભાજપ છોડવી પડી હતી. બાદમાં 2013માં તેણે અપક્ષ તરીકે ખીંવસરથી ચૂંટણી લડી મોદી લહેર હોવા છતાં રેકોર્ડ મતથી જીત મેળવી હતી.
4/5
હનુમાન બેનીવાલના પક્ષે ત્રણ સીટ પર જીત મેળવી છે. ભોપાલગરથી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીના પુખરાજે જીત મેળવી છે. તેમને કુલ 68386 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 63424 અને ભાજપને 45802 મત મળ્યા હતા. જ્યારે બીજી સીટ ખિંસવાર છે જ્યારે આરઆલપીના પ્રમુખ ખુદ હનુમાન બેનિવાલે જીત મેળવી છે. તેમને કુલ 83096 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 66148 અને ભાજપને 26809 મત મળ્યા હતા અને રાજસ્થાનમાં ત્રીજી સીટ મેરતા છે જ્યાં આરએલપીએ જીત મેળવી છે. આ સીટ પરથી આરએલપીના ઇન્દિરા દેવીએ જીત મેળવી છે. તેમને કુલ 57662 મત મળ્યા છે જ્યારે ભાજપ 41860 મત સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
5/5
ચૂંટણી પહેલા કહેવાતું હતું કે તે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે જોકે ભાજપને નુકસાન પહોંચડાવમાં તેમના પક્ષનું યોગદાન રહ્યું છે. એક સમયે વસુંધરા રાજાએ બેનીવાલને પક્ષમાં હાંકી કાઢ્યા હતા જ તે જ આજે વસુંધરા રાજને નડ્યા છે.