ઉદયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરનાર કેયૂર મોરડિયાને મારવાના વિરોધમાં ઉદયપુરમાં ધરણાં પર બેસવાની મંજૂરી માગી છે.
2/5
કેયૂર મોરડિયાને આ વિરોધ દરમિયાન પોલીસ તથા બહારનાં તત્વોએ માર માર્યો હતો. તેને હાલમાં સારવાર અમદાવાદની લક્ષ્મી હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરડિયાને માર મારવાની ઘટનાના વિરોધમાં ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી પ્રતિક ધરણાં ચાલે છે.
3/5
ભાવનગર કલેકટર કચેરી ખાતે પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા ચાલતા પ્રતિક ધરણાં કાર્યક્રમમાં શનિવારે ભાવનગર, ગોંડલ, જેસર, ગારિયાધાર પાસના આગેવાનો તેમજ નારી, સિદસર, બોરતળાવ વિસ્તારની મહિલાઓ ધરણામાં જોડાઇ હતી.
4/5
ઉદયપુરમાં પણ હાર્દિક પટેલે હજારો પાટીદારો સાથે ધરણા પર બેસવા તંત્રની મંજૂરી માંગી હોવાનું ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણીએ જણાવ્યું હતું. શનિવારે અગ્રણી વકીલ બાબુભાઇ માંગુકીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા.
5/5
હાર્દિકે આ ઘટનાની ઝાટકણી કાઢી હતી અને તેના વિરોધમાં ઉદયપુરમાં હજારો પાટીદારો સાથે પ્રતિક ધરણાં પણ બેસવાની મંજૂરી આપવા વહીવટી તંત્રને અરજી કરી છે. અગાઉ હાર્દિકે મોરડિયા વિશે લખ્યું હતું કે, સિંહ છે ભાવનગરનો આ છોરો.