પોલીસ તરત જ હરકતમાં આવી કેમ કે કાર ચલાવનારી યુવતી એક આઈએએસ અધિકારીની પુત્રી છે અને એક ક્લબમાં ડી.જે. તરીકે કામ કરે છે. કોલ મળતાં જ પીસીઆર વેને છૂટી અને વિકાસ તથા તેના મિત્ર એમ બંને આરોપીઓને હાઉસિંગ બોર્ડ ચોક નજીકથી પકડી લીધા. બંને યુવક દારૂના નશામાં હોવાનો આરોપ છે.
2/5
ડીસીપી સતીશ કુમારે જણાવ્યું હતું કે, યુવતીની ફરિયાદ પર આરોપીઓ સામે સેક્ટર-26 પોલીસ સ્ટેશનમાં આઈપીસી-354 (છેડતી) અને મોટર વ્હીકલ એક્ટ મુજબ કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ છોકરીએ શનિવારે કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતું. વિકાસ બરાલા કુરૂક્ષેત્રમાં LLBનો વિદ્યાર્થી છે અને તેનો સાથી LLB પાસ કરી ચુક્યો છે.
3/5
યુવતીની ફરિયાદ બાદ પોલીસે વિકાસ અને તેના મિત્રની ધરપકડ કરી હતી. બંનેની ધરપકડ થતાં જ અડધી રાતે ભાજપના નેતાઓનાં ધાડાં પોલીસ સ્ટેશને ઉમટી પડ્યાં હતાં. તેમણે પોલીસ પર દબાણ શરૂ કર્યું હતું અને તેના કારણ વિકાસ તથા તેના મિત્રને બાદમાં કોર્ટમાં રજૂ કર્યા વિના જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
4/5
પોલીસના જણાવ્યા મુજબ, વિકાસ રાતે આશરે 11 વાગે મિત્ર સાથે કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે કાર ડ્રાઈવ કરી રહેલી આ છોકરીની પીછો કર્યો અને છોકરીને બહાર ખેંચવાની કોશિશ કરી હતી. આ દરમિયાન છોકરીએ પોલીસને કોલ કર્યો અને તેણે આરોપીઓથી બચવા માટે કારની સ્પીડ વધારી દીધી.
5/5
ચંદીગઢઃ ભારતીય સંસ્કૃતિ અને સ્ત્રીઓના સન્માનની વાતો કરતા ભાજપના શાસનવાળા હરિયાણામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સુભાષ બરાલાના પુત્ર વિકાસે એક યુવતીની છેડતી કરી અડધી રાતે તેનો પીછો કર્યો હતો અને તેને કારમાંથી બહાર ખેંચવા પણ પ્રયાસ કર્યો હતો. વિકાસે પોતાના મિત્ર સાથે મળીને આ હરકત કરી હતી.