કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
2/6
3/6
4/6
કોંગ્રેસ અને એનસીપી 26-26 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, પણ હટકાનગલે મતવિસ્તારમાં એનસીપી પાસે ઉમેદવાર ન હોવાથી એનસીપીએ કોંગ્રેસને બેઠક આપી હતી. તે જ રીતે રાયગઢ અને હિંગોળીની બેઠક કોંગ્રેસ અને એન સીપીએ અદલાબદલી કરી હતી.
5/6
એનસીપીના એક નેતાએ કહ્યું કે એનસીપીની ઔરંગાબાદ, પુણે અને યવતમાળ બેઠકો પર જીતવાની બહેતર તક હોવાથી તેમણે આ ત્રણ બેઠકની માગ કરી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી હતી. 2014માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ 27 જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવારી કરી હતી.
6/6
મુંબઇઃ લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 38 બેઠકો પર કોંગ્રેસ અને એનસીપીએ સમજૂતિ કરી લીધી છે તેવું આજે જાણવા મળ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 38 બેઠકની વહેંચણી પૂરી કરવામાં આવી છે અને બાકીની દસ બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે. 38 બેઠક પર કોઈ વિવાદ નહોતો અને તેમાં સમજૂતિ થઈ શકી છે.